આ દેશમાં તમારી પાસે 102 કરોડ રૂપિયા હશે તો જ તમે અમીર કહેવાશો

PC: globaltravelescapades.com

કન્સલ્ટન્સી ફર્મ નાઇટ ફ્રેન્કે વર્ષ 2023નો વેલ્થ રિપોર્ટ જારી કર્યો છે. તેમાં એ જોવા મળ્યું કે દુનિયાના અલગ અલગ દેશોના ટોપ 1 ટકા અમીરો પાસે ઓછામાં ઓછા કેટલા રૂપિયા હોય છે. એટલે કે, કેટલી રકમ હોવાથી અમીરોની શ્રેણીમાં શામેલ થઇ શકાય. એવરેજ કાઢવા પર જોવા મળ્યું કે, મોનેકોમાં કોમ્પિટિશન સૌથી વધારે છે. અહીં જો તમારી પાસે 10થી 15 કે 50 કરોડ હશે તો તમે અમીર કહેવાશો, પણ સૌથી અમીર 1 ટકામાં ન ગણાશો. અહીં લગભગ 102 કરોડ રૂપિયા હોવાથી જ અમીર લોકોની શ્રેણીમાં દાખલ થવાશે.

આ 1 ટકા ક્લબમાં મોનેકો પછી સ્વિટ્ઝરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા છે, જ્યાં ક્રમશઃ 54 અને 45 કરોડ રૂપિયા જો આપણી પાસે હોય તો આપણે અમીર કહેવાશું. એશિયામાં સૌથી અમીર સિંગાપોર છે. ભારત આ લિસ્ટમાં 22મા નંબર પર છે. અહીં તમારી પાસે લગભગ 1.44 કરોડ રૂપિયા હોય તો તમે અમીર ગણાઇ શકો છો. ભારત વિશે નાઇ ફ્રેન્કનું પણ માનવું છે કે, વિશ્વમાં અમીરોની સંખ્યા ઘટી રહી છે, જ્યારે ભારતમાં અમીરી વધી રહી છે.

હવે વાત કરીએ અમેરિકાની, તો આ દેશ આમ તો સુપર પાવર કહેવાય છે, પણ ત્યાં સૌથી અમીર પણ એટલા પૈસા વાળા નથી. ત્યાં લગભગ 42 કરોડ રૂપિયાના માલિક પોતાને 1 ટકા અમીરોમાં માની શકે છે.

ફ્રાન્સના ભૂમધ્ય સાગરના તટ પર વસેલો આ દેશ લગભગ 2.02 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. CIA વર્લ્ડ ફેક્ટબુક અનુસાર, આ દેશનું ક્ષેત્રફળ ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કથી પણ ઓછું છે. એટલું નાનો હોવા છતાં પણને દુનિયાના સૌથી અમીર દેશોમાં ગણવામાં આવે છે. આ દેશની અમીરીનો અંદાજ લગાવવામાં આવે છે કે અત્યાર સુધી અહીં ગરીબી રેખા પર કોઇ રિપોર્ટ જારી નથી થયો. GDP પર કેપિટા 2022ની વાત કરીએ તો પણ આ દેશ 177 દેશોમાં સૌથી ઉપર આવે છે.

મોનેકોની લગભગ 40 હજારની આબાદીમાં 32 ટકા લોકો કરોડપતિ, 15 ટકા મલ્ટીમિલિયોનેર અને લગભગ 1 ડઝન લોકો બિલિયોનેર છે. ત્યાં સુધી કે, CIA વર્લ્ડ ફેક્ટ બુકમાં પણ આ દેશમાં ગરીબીની આગળ નોટ એપ્લિકેબલ લખેલું છે. માનવામાં આવે છે કે, ત્યાંની સરકારને પણ અનુમાન નથી કે દેશમાં કોની પાસે કેટલા પૈસા છે.

મોનેકોની વાત થતી હોય ત્યાં સામાન્ય રીતે લોકો કસીનો કે બાર વિશે વિચારતા હશે, પણ એ તો થાઇલેન્ડમાં પણ છે, પણ એ દેશ એટલો અમીર નથી. તો પછી મોનેકોમાં આટલા પૈસા આવે છે ક્યાંથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે, ત્યાં કોઇ ટેક્સ નથી. ત્યાંની કુલ આબાદીના લગભગ 12 હજાર લોકો જ મોનેકોના મૂળ રહેવાસી છે, બાકી અન્ય દેશોમાંથી આવીને વસ્યા છે. દુનિયાના અમીર બિઝનેસમેનો અહીંની નાગરિકતા લઇને રહેવા લાગે છે જેથી ટેક્સ બચી શકે. તેઓ ત્યાંથી જ પોતાનો બિઝનેસ ચલાવે છે અને જરૂર પડ્યે ટ્રાવેલ કરે છે.

વર્ષ 1869માં મોનેકોએ ઇનકમ ટેક્સને નાબૂદ કરી દીધો હતો. કંપનીઓએ ટેક્સ આપવો પડે છે, જે પણ ખૂબ મામૂલી હોય છે. લીગલ રેઝિડેન્ટ પરમિટ પણ આવકનો રસ્તો છે. અહીં રેઝિડેન્ટ પરમિટ મેળવવી સરળ અને ફાસ્ટ પ્રોસેસ છે. ફક્ત ત્રણ મહિનામાં તે થઇ શકે છે, પણ તેના માટે આવેદકે 44.50 લાખ રૂપિયા ત્યાંની બેન્કમાં જમા કરાવવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp