કેનેડા વિવાદને લઇ અમેરિકા બોલ્યું, ભારત તો રશિયા જેવું નથી!
કેનેડા અને ભારતમાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઇ પેદા થયેલા તણાવની અસર ઘણાં દેશો પર જોવા મળી રહી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોએ આ મમાલાને લઇ ચિંતા વ્યક્ત કરી છે. જ્યાં સિખોની મોટી સંખ્યામાં વસતી રહે છે. આ બધાની વચ્ચે ભારત પ્રત્યે નરમ વલણ અપનાવવાના આરોપોનો જવાબ આપતા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું કે, અમે દિલ્હીના સંપર્કમાં છે. કોઇ પણ દેશને આ પ્રકારના મામલામાં વિશેષ છૂટ છે નહીં. અમેરિકા તેના મૂળ સિદ્ધાંતો પર અડગ છે.
જેલ સુલિવને આ દરમિયાન ભારતની તુલના રશિયા અને ચીન સાથે કરવા પર આપત્તિ પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ભારત રશિયા જેવું નથી અને તે ચીન જેવું પણ નથી. વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત કરતા સુલિવને કહ્યું કે, કેનેડાના આરોપોને લઇ અમેરિકા ગંભીર છે. અમે તપાસનું સમર્થન કરીએ છીએ અને માનીએ છીએ કે દોષીઓને સજા મળવી જોઇએ.
શું આ મામલે બાઈડને પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી હતી? આ સવાલ પર સુલિવને કહ્યું કે, આવું થયું નથી. હા બંને દેશોની વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતો જરૂર થઇ છે. આ અમારા માટે ચિંતાની વાત છે. આ એવી બાબત છે જેને ગંભીરતાથી લેવાની જરૂર છે. આના પર કામ કરવાની જરૂર છે અને અમે આગળ વધીશું. આ પ્રકારના મામલામાં કોઇપણ દેશને વિશેષ છૂટ મળી શકતી નથી. અમે અમારા સિદ્ધાંતોની સાથે છીએ. આ મામલે અમે કેનેડા સાથે વાત કરીશું, જેણે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે અને ડિપ્લોમેટિક વાતો પણ ચાલી રહી છે.
રશિયાની જેમ ભારતને લઇ વલણ ન રાખવા પર અમેરિકન અધિકારીએ કહ્યું કે, રશિયા સાથે ભારતની તુલના કરવી ખોટી છે. બંને દેશોમાં મોટો અંતર છે. એટલું જ નહીં ચીન અને ભારતના મામલાને પણ એક નજરથી જોઇ શકાય નહીં.
ખેર, જાણકારોનું કહેવું છે કે ભારત અને કેનેડામાં પેદા થયેલા તણાવ અમેરિકા માટે પણ પરીક્ષાનો સમય છે. એનું કારણ એ છે કે, એક તરફ ભારતની મદદથી અમેરિકા ચીનને કાઉન્ટર કરવા માગે છે, તો રશિયા અને યૂક્રેનના મામલા પર ભારતનું સમર્થન અગત્યનું છે. એવામાં જો કેનેડાના મામલામાં તે અમેરિકા ભારત વિરુદ્ધ ગયું તો પછી મુશ્કેલી વધશે. એજ કારણ છે કે અમેરિકા આ મુદ્દે સતકર્તાની સાથે કામ લઇ રહ્યું છે. અમેરિકા અત્યાર સુધી આ વિવાદમાં બંને દેશોમાંથી કોઇપણ એક દેશનો ખુલીને પક્ષ લેવાથી બચ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp