આ વેરિયન્ટ ભારતમાં પેદા કરી રહ્યો છે ભય, USમાં હાહાકાર, ડૉ.વલી કહે- સાવચેત રહો

PC: twitter.com

ઓમીક્રોનનું એક નવું વેરિયન્ટ ભારતમાં આવી ગયું છે. નામ છે XBB.1.5. દેશમાં તેના પાંચ કેસ નોંધાયા છે. આ પાંચ કેસ ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાનમાં મળી આવ્યા છે. ભારતમાં XBB વેરિયન્ટના 6 મહિનાથી ઓછા સમયમાં 40 ટકાથી વધુ કેસ સામે આવ્યા છે. શું ભારતના લોકોએ અમેરિકામાં વિનાશ સર્જતા આ વેરિયન્ટથી ડરવાની જરૂર છે.

ભારતમાં ઓમિક્રોનના કુલ 63% કેસ છે અને હવે નવી સમસ્યા બની રહ્યું છે કોવિડનું XBB.1.5 વેરિયન્ટ. આ XBB નું સબ-વેરિયન્ટ છે જે BA.2.75 અને BA.2.10.1 મળીને બનેલું છે. એટલે કે, તે એક રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ છે. 6 મહિનાથી XBB વેરિયન્ટ ભારતમાં છે. એટલા માટે તેનું નવું સ્વરૂપ ભારતમાં ઘણું નુકસાન કરે તેવી શક્યતા ઓછી છે. સીનિયર ફિઝિશિયન ડૉ.એમ વલીના જણાવ્યા અનુસાર, ભારતમાં લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, ડરવાની નહીં.

જોકે, સરકાર આ વખતે કોરોનાને લઈને કોઈ જોખમ લેવાના મૂડમાં નથી. તેથી જ દેશભરમાં ઓક્સિજન સહિત પલ્સ ઓક્સિમીટરની ગણતરી કરી રહી છે. નિકાસ પર નજર રાખવામાં આવી રહી છે. સરકારે ગેજેટ નોટિફિકેશન જારી કરીને માર્ચ 2023 સુધી ઓક્સિમીટર, બ્લડ પ્રેશર માપવાના મશીન, નેબ્યુલાઈઝર, ડિજિટલ થર્મોમીટર અને ગ્લુકોમીટરના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે.

આ સિવાય લિક્વિડ ઓક્સિજનની કિંમતમાં પણ વધારો કરવામાં આવશે નહીં. આ સામાનના ઉત્પાદકોના જણાવ્યા અનુસાર ભારતમાં હાલમાં કોરોનાને લઈને તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. સારા હેલ્થ કેરના રાજેશ કનોડિયાના જણાવ્યા અનુસાર, ભારતમાં કોવિડ સમયગાળા દરમિયાન આત્મનિર્ભરતા વધી છે. પહેલા ઘણા સામાનનો રૉ-મટેરિયલ ચીનથી આવતું હતું, પરંતુ હવે તેનું ઉત્પાદન ભારતમાં જ થઈ રહ્યું છે. જોકે ચીનમાં કોરોનામાં ઉપયોગમાં લેવાતા સામાનની માંગ વધી છે. વિદેશમાંથી ભારતમાં આવતા કેટલાક માલસામાનને પણ ચીન તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં વર્તમાનમાં સ્ટોકની સ્થિતિ નીચે મુજબ છે

વેન્ટિલેટર - 70,996,

તૈયાર વેન્ટિલેટર - 70,478-એટલે કે 88%

ઓક્સિજન પ્લાન્ટ - 12,656,

તૈયાર ઓક્સિજન પ્લાન્ટ - 11830 એટલે કે 93%

લિક્વિડ મેડિકલ ઓક્સિજન - 1,70,951

તૈયાર લિક્વિડ મેડિકલ ઓક્સિજન - 1,69,836 - 99%

ઓક્સિજન સિલિન્ડર - 6,63,547

તૈયાર ઓક્સિજન સિલિન્ડર - 6,22,151 એટલે કે 94%

ઓક્સિમીટર - 3,96,348

તૈયાર ઓક્સિમીટર - 3,79,168 એટલે કે 96%

PPE કિટ -81,37,277

N95 માસ્ક - હાલમાં દેશમાં 2 કરોડ 33 લાખ 82 હજાર અને 515 માસ્ક તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp