મણિપુર હિંસા પર UN રિપોર્ટમાં એવું શું લખાયું કે ભારતે રિપોર્ટને કહ્યો 'ભ્રામક'

PC: cfr.org

સંયુક્ત રાષ્ટ્ર (UN) માનવાધિકાર વિશેષજ્ઞોએ મણિપુર હિંસા પર એક પ્રેસ રીલિઝ જાહેર કરી છે. તેમણે આ દરમિયાન મોટા સ્તર પર થયેલા માનવાધિકાર ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી. મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ હિંસાના વિશેષ દૂત રીમ અલસલેમ અને 8 વિશેષજ્ઞોએ મણિપુર હિંસા પર ચિંતા વ્યક્ત કરી. ભારતે આ રિપોર્ટનું ખંડન કરી દીધું છે. તેમણે ભારત સરકારને જાતીય સાંપ્રદાયિક હિંસાના પીડિતોને વહેલી તકે ન્યાય અપાવવાની માગ કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે, ‘તે વિશેષ રૂપે ચિંતાનો વિષય છે. એમ લાગે છે કે હિંસા અગાઉ ભડકી હતી. અહીં કુકી સમુદાય, ખાસ કરીને મહિલાઓ વિરુદ્ધ નફરત ભરેલા અને ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવ્યા. એવું તેમની જાતિયતા અને ધાર્મિક આસ્થાના આધાર પર તેમની વિરુદ્ધ થયેલી હિંસાને યોગ્ય ઠેરવવા માટે થયું.’ વિશેષજ્ઞોએ ભારતીય અધિકારીઓએ પીડિતોના રાહત સુનિશ્ચિત કરવા માટે કહ્યું.

પ્રેસ રીલિઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘હિંસાની તપાસ અને ગુનેગારોને જવાબદાર ઠેરવવા માટે મજબૂત અને સમય પર કાર્યવાહી થવી જોઈએ. એ સરકારી અધિકારીઓ પર પણ કાર્યવાહી થાય, જેમણે જાતીય, ધાર્મિક નફરત અને હિંસા ભડકાવવામાં મદદ કરી અને તેને પ્રોત્સાહન આપ્યું.’ ભારતે 5 સપ્ટેમ્બરના રોજ આ રિપોર્ટનું ખંડન કર્યું. ભારત તરફથી કહેવામાં આવ્યું કે, સંયુક્ત રાષ્ટ્રનો આ રિપોર્ટ ખોટો, અનુમાનિત અને ભ્રામક છે.’ જીનેવામાં સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયમાં સ્થાયી મિશને એક નિવેદન જાહેર કર્યું.

તેમાં કહેવામાં આવ્યું કે, ‘ભારતનું સ્થાયી મિશન આ પ્રેસ રીલિઝનું પૂરી રીતે ખંડન કરે છે. એ ન માત્ર ખોટી, અંદાજિત અને ભ્રામક છે, પરંતુ તેમ મણિપુરની સ્થિતિ અને અહી ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંને સમજવામાં કમી નજરે પડે છે. ભારત માનવાધિકારોનું સન્માન કરે છે. તેમને સુનિશ્ચિત કરવા માટે મણિપુરની સ્થિતિને પોતાના લોકતંત્રિક નિયમો મુજબ કાર્યવાહી થઈ રહી છે. મણિપુરમાં શાંતિ અને સ્થિરતા છે. ભારત સરકાર શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે જરૂરી પગલાં ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છે.’

ભારતીય સ્થાયી મિશને દેશમાં માનવાધિકારોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવા માટે UN વિશેષજ્ઞોના અધિકાર ક્ષેત્ર પર સવાલ ઉઠાવ્યા. મિશને કહ્યું કે, પ્રેસ રીલિઝ જાહેર કરવા અગાઉ UNએ ભારત સરકારના જવાબોની રાહ જોવી જોઈતી હતી. ભારતનું સ્થાયી મિશન આશા રાખે છે કે વિશેષજ્ઞ આગામી સમયમાં પોતાનું મૂલ્યાંકન વધુ ઉદ્દેશ્યપૂર્ણ રીતે કરશે. જે તથ્યો પર આધારિત હશે. તેઓ આ ઘટના પર ટિપ્પણી કરતા બચશે, જેનું તેમની સાથે કોઈ લેવું-દેવું નથી. તેઓ પ્રેસ રીલિઝ જાહેર કરવાની પ્રક્રિયાનું પાલન પણ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp