અમેરિકામાં બહારથી આવીને વસેલા લોકોની કેવી છે જિંદગી? રિસર્ચમાં આવ્યું સામે

PC: pewresearch.org

દેશ બહાર રહેનારા લોકો મોટા ભાગે વિચારે છે કે ત્યાં રહેતા લોકો વધુ કમાય છે અને સારું જીવન જીવે છે, પરંતુ હકીકત તેનાથી પણ અલગ પણ હોય શકે છે. પ્યૂ રિસર્ચ સેન્ટર મુજબ, અમેરિકામાં રહેનારા એશિયન મૂળના 23 લાખ લોકોમાંથી મોટા ભાગના લોકો એવા છે જે ગરીબીમાં જીવી રહ્યા છે. પ્યૂ રિસર્ચે અમેરિકન વસ્તી ગણતરીના આંકડાઓનું વિશ્લેષણ કરીને જણાવ્યું કે, દર 10 એશિયન અમેરિકીમાંથી એક ગરીબીમાં રહે છે. જો કે, ભારતીય અમેરિકી બાકી એશિયન મૂળના નાગરિકોની તુલનામાં વધુ સારું જીવન જીવી રહ્યા છે.

ભારતીય અમેરિકીઓમાં ગરીબીનો દર 6 ટકા છે, જે બાકી એશિયન મૂળના નાગરિકોની તુલનામાં સૌથી ઓછો છે. રિસર્ચ મુજબ, બર્માઈ મૂળના નાગરિકોમાં ગરીબી દર 19 ટકા અને હમોંગ મૂળના અમેરિકનમાં 17 ટકા છે. પ્યૂ રિસર્ચની સ્ટડીથી એ જાણકારી મળે છે કે ગરીબીમાં જીવતા દર 3 એશિયન મૂળના અમેરિકીઓમાંથી એક 25 વર્ષથી વધુ છે અને તેમની પાસે બેચલર્સની ડિગ્રી છે. એવામાં એશિયન અમેરિકી જેમની ઉંમર 25 વર્ષથી વધુ છે અને જેમની પાસે બેચલર ડિગ્રી છે, તેમનામાં ગરીબીનો દર 5 ટકા છે.

રિપોર્ટ મુજબ, ગરીબી રેખા નીચે લગભગ 10 લાખથી વધુ એશિયન મૂળના નાગરિક અમેરિકામાં 10 મોટા શહેરમાં રહે છે. ન્યૂયોર્ક સિટી, લોસ એન્જેલિસ અને સેન ફ્રાન્સિસ્કોમાં એક લાખથી વધુ એશિયન અમેરિકી છે, જે ગરીબી રેખા નીચે છે. વર્ષ 2022-23માં પ્યૂ રિસર્ચે સર્વે કર્યો હતો અને તેમાં સામે આવ્યું કે, એશિયન મૂળના દર 10માંથી 8 નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગરીબી રેખા નીચે રહેનારા 57 ટકા એશિયન અમેરિકી એવા છે, જેમની પાસે કોઈ બચત નથી, જ્યારે ગરીબી રેખાથી ઉપર રહેનારા 40 ટકા એશિયન અમેરિકી બચત કરી શકતા નથી.

એટલું જ નહીં, એશિયન મૂળના 38 ટકા વયસ્ક એવા છે, જે ખાવા માટે ફૂડ બેંક અને ચેરિટેબલ ટ્રસ્ટ પર નિર્ભર છે. દર વર્ષે એશિયન દેશોમાંથી લાખો લોકો પોતાના સપના પૂરા કરવા માટે અમેરિકા જાય છે, પરંતુ રિસર્ચ બતાવે છે કે 47 ટકા નાગરિકોને લાગે છે કે અહી આવીને તેઓ પોતાના સપના ક્યારેય પૂરા નહીં કરી શકાય, જ્યારે એશિયન મૂળના 15 ટકા લોકોને લાગે છે કે, તેમને જે જોઈતું હતું એ મળી ગયું. તો 36 ટકાનું માનવું છે કે તેઓ પોતાના સપનાઓને પૂરા કરવાના રસ્તા પર છે.

એશિયન મૂળના 91 ટકા લોકો માને છે કે જો તેમને પોતાની મરજીથી જીવવાનું મળી જાય તો એ તેમના માટે સપનું પૂરું થવા જેવુ છે, જ્યારે 90 ટકા લોકોનું માનવું છે કે આરામથી રિટાયર થવાને સપનું માને છે. અનુમાન છે કે અમેરિકામાં 2.35 કરોડ લોકો એશિયન મૂળના છે. સૌથી વધુ 52 લાખ નાગરિક ચીની મૂળના છે. બીજા નંબર પર ભારતવંશી છે. અમેરિકામાં ભારતવંશીઓની વસ્તી લગભગ 48 લાખ છે. તેમાં 16 લાખથી વધુ વિઝા હોલ્ડર છે, જ્યારે 10 લાખથી વધુ એવા છે જેમનો જન્મ જ અમેરિકામાં થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp