જ્યારે પાકિસ્તાનમાં ભારતીય નોટ લઈને ખરીદી કરવા નીકળ્યો યૂટ્યૂબર, જુઓ વીડિયો

PC: youtube.com

એક યુટ્યુબર પાકિસ્તાનમાં ભારતીય કરન્સી લઈને ખરીદી કરવા નીકળ્યો. તે જાણવા માગતો હતો કે જો ભારતીય નોટ આપીને પાકિસ્તાનમાં ખરીદી કરવામાં આવે તો દુકાનદાર શું રીએક્શન આપશે? તો આવો જાણીએ ભારતીય કરન્સી જોતા જ શું હતો પાકિસ્તાનીઓનો જવાબ. પાકિસ્તાની યુટ્યુબરે પોતાની ચેનલ (That Was Crazy) પર એક પ્રેન્ક વીડિયો અપલોડ કર્યો છે. વીડિયોમાં તે ત્યાંના લોકો પાસેથી ભારતીય કરન્સીના બદલામાં સામાન ખરીદી કરવાનો પ્રયત્ન કરતો નજરે પડે છે.

સૌથી પહેલા તે રોડના કિનારે જમરૂખ વેચી રહેલા એક શખ્સ પાસે જાય છે. 50 રૂપિયાના જમરૂખ ખરીદ્યા બાદ જ્યારે દુકાનદારને ભારતીય નોટ આપે છે તો તે તેને લેવાની ના પાડી દે છે. તે કહે છે કે અ નોટ આપણે ત્યાં નથી ચાલતી. જોકે યુટ્યુબર તેને બતાવે છે કે ભારતના 50 રૂપિયા પાકિસ્તાનમાં 110 રૂપિયા બરાબર છે તો તે નોટ રાખવા માટે તૈયાર થઈ જાય છે. જ્યારે યુટ્યુબર જમરૂખ વેચનારને પૂછે છે કે ભારતીય લોકો કેવા લાગે છે? તો તે જવાબ આપે છે કે ભારતીય લોકો સારા છે.

યુટ્યુબર કહે છે કે બસ મીડિયાની વાતો છે કે લોકો સારા નથી બાકી લોકો તો સારા જ છે. વીડિયોમાં યુટ્યુબર અને દુકાનદાર બંને ભારતના વખાણ કરતા નજરે પડે છે. ત્યારબાદ યુટ્યુબર લારી પર સંતરા વેચી રહેલા એક શખ્સ પાસે પહોંચે છે પરંતુ જ્યારે તે સંતરાના બદલે 100 રૂપિયા (ભારતીય નોટ) આપે છે તો દુકાનદાર તેને લેવા માટે સ્પષ્ટ ના પાડી દે છે. તે કહે છે કે તેને બદલાવવામાં જ તેના 200 રૂપિયા ખર્ચ થઈ જશે. તો પાસે ઉભેલો એક શખ્સ કહે છે કે ભારતમાં આ નોટ બંધ થઈ ચૂકી છે. આ હવે નહીં ચાલે.

એ જ રીતે બાકી દુકાનોમાં પણ ઘણા લોકો યુટ્યુબરને ભારતીય કરન્સીના બદલામાં સામાન આપવાની ના પાડી દે છે. એક દુકાનદાર કહે છે કે તે ઈચ્છે તો ડૉલર આપી શકે છે પરંતુ ભારતીય નોટ નહીં. એક જગ્યાએ તો લોકો તેને એ પણ પૂછી લે છે કે તે પાકિસ્તાની છે કે નહીં? આ વીડિયો મે 2021મા અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી એક કરોડથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. લગભગ 4 લાખ લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે અને હજારો લોકોએ કમેન્ટ કરી છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે હું ભારતીય કરન્સીનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં એક સામાજિક પ્રયોગ કરવા જઈ રહ્યો છું. કેટલીક અનોખી પ્રતિક્રિયાઓ મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp