ભારતીયો દુબઇમાં 6800 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદશે

PC: rprealtyplus.com

એવું કહેવાય છે કે દુબઇમાં પ્રોપર્ટીના ભાવ ઘણા ઉંચા રહેતા હોય છે. ભાડું પણ વધારે હોય છે. આમ છતા એવા સમાચાર સામે આવ્યા છે કે 38 જેટલા હાઇ નેટવર્થ ઇન્ડીવિઝયુઅલ(HNI) દુબઇમાં 6800 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદશે.

આમાંથી 21 ગ્લોબલ અને 17 ખાડીના દેશોના પ્રવાસી ભારતીયો પહેલા નંબરે છે. જ્યારે ગ્લોબલ ખરીદદારોમાં ભારતીય 5મા ક્રમે છે.

દુબઇમાં આ વર્ષે રિયલ એસ્ટેટ સેક્ટરમાં દુનિયાભરના 317 ધનિકો 36,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

નાઇટ ફ્રેન્કના એક રિપોર્ટ મુજબ 125 કરોડથી વધારેની સંપત્તિ ધરાવતા લોકો દ્રારા દુબઇમાં પ્રોપર્ટી ખરીદવાની ટકાવારી છેલ્લાં 5 વર્ષમાં 28 ટકાથી વધીને 78 ટકા પર પહોંચી છે. ભારતીયો સૌથી વધારે રહેણાંક પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. ભારતીયોની પહેલી પસંદગી દુબઇ, પછી ઓમાન અને શારજહા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp