લગ્ન સમારોહમાં લાગી આગ, 100થી વધુ લોકોના મોત, દુલ્હા-દુલ્હન પણ...

PC: thequint.com

ઈરાકમાંથી એક મોટી ઘટના સામે આવી છે. ઈરાકી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નોર્થ ઈરાકના નેવેહ પ્રાંતના અલ-હમદાનિયા શહેરમાં એક લગ્ન દરમિયાન આગ લાગવાથી ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે અને 150થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના મંગળવારની છે. 26 સપ્ટેમ્બરે રાતે સ્થાનીય સમય અનુસાર લગભગ 10.45 વાગ્યે આ ઘટના બની.

ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઈરાકી પ્રેસ એજન્સી INAએ AFPનો હવાલો આપતા કહ્યું, શરૂઆતી ગણતરી અનુસાર ઓછામાં ઓછા 100 લોકોના મોતની ખબર સામે આવી છે. આ આંકડો વધી પણ શકે છે. લોકલ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દુલ્હા અને દુલ્હન પણ આગની ચપેટમાં આવી ગયા છે.

આગ પાછળનું કારણ શું

શરૂઆતી જાણકારીમાં સામે આવ્યું કે, લગ્ન દરમિયાન આતશબાજી થઇ રહી હતી, જેને લીધે હોલની અંદર જ આગ લાગી ગઇ. નાગરકિ સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે, અત્યંત જ્વલનશીલ અને ઓછી ગુણવત્તાવાળી નિર્માણ સામગ્રીનો ઉપયોગ થવાના કારણે આગ લાગ્યા પછી સીલિંગના અમુક ભાગો પડી ગયા. જોકે, આગ કયા કારણે લાગી તેની આધિકારિક કે સ્પષ્ટ જાણકારી સામે આવી નથી.

ઈરાકના પ્રધાનમંત્રી મોહમ્મદ અલ સુદાનીએ પણ આ ઘટનાને લઇ દુખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને આદેશ આપ્યો કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકોને રાહત પ્રદાન કરવા પ્રયાસ કરવામાં આવે.

34 વર્ષીય ઈમાદ યોહાના આ દુર્ઘટનામાં બચી ગયા. તેણે જણાવ્યું કે, અમે જોયું કે આગ હોલથી બહાર આવી રહી હતી. જે લોકો નીકળી શક્યા તેઓ બહાર આવી ગયા અને અમુક હોલની અંદર ફસાઇ ગયા. જે લોકો બહાર નીકળી શક્યા તેઓ પણ ગંભીર સ્થિતિમાં હતા.

હમદાનિયાહ શહેર મોસુલના પૂર્વમાં સ્થિત છે. જ્યાં ઈસાઈઓની જનસંખ્યા વધારે છે. ઘટના પછી સૌ કોઈ હેરાન છે. લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. શહેરની મુખ્ય હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કરવા માટે લોકોની લાંબી લાઇનો લાગી છે. હોસ્પિટલની આસપાસ પણ બસ એમ્બ્યુલેંસના સાયરનનો અવાજ આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp