શું જાપાન બાળકો પેદા કરવા માટે વિદેશથી યુવાનોને બોલાવી રહ્યું છે?
જાપાને થોડા મહિના પહેલા તેની વિઝા નીતિમાં મોટો બદલાવ કર્યો છે એ પછી સોશિયલ મીડિયા પર એ વાત વાયરલ થઇ રહી છે કે જાપાને બાળકો પેદા કરવા માટે વિદેશથી યુવાનનોને બોલાવવા માટે આ નીતિમાં બદલાવ કર્યો છે. જો કે આ વાત સત્ય નથી.
એપ્રિલ મહિનામાં જાપાનની સમાચાર એજન્સી ક્યોડોએ સમાચાર આપ્યા હતા કે, જાપાન સરકારે તેના વિદેશી પ્રોગામને વિસ્તૃત કર્યો છે અને વિદેશથી આવનાર યુવાનને 5 વર્ષની મંજૂરી મળશે. લગભગ 8.50 લોકોને જાપાન સરકાર વિઝા આપશે. આ સમાચાર 1 એપ્રિલના દિવસે જાહેર થયા હતા. 1 એપ્રિલને એપ્રિલ ફુલ તરીકે મનાવવામા આવે છે. જાપાનની એક વેબસાઇટે આ સમાચારને બ્રિડીંગ વિઝા તરીકે ગણાવતા સોશિયલ મીડિયામાં ખોટી વાત વહેતી થઇ. હકિકતમાં જાપાને કામદરોની અછત દુર કરવા માટે વિઝા નીતિમાં બદલાવ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp