કોરોના વાયરસના નવા વેરિયન્ટથી બચાવ માટે WHOએ બદલી ગાઇડલાઇન્સ, જાણો વિગત

PC: nature.com

દુનિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસ સતત કે વર્તાવી રહ્યો છે. ચીનમાં લાખો લોકોના મોત પણ હાલની લહેરમાં જોવા મળી રહ્યા છે. ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન વગેરે દેશોમાં સંક્રમિતોની જીનોમ સિક્વેન્સિંગમાં નવા કોરોના વાયરસના સબવેરિયન્ટની જાણકારી મળી છે. તેનાથી આખી દુનિયામાં આ મહામારીની વધુ એક લહેર આવવાનું જોખમ ઉત્પન્ન થઇ ગયું છે. તેના કારણે લોકોને આ જીવલેણ વાયરસથી બચાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ નવી ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે.

સાથે જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફરી એક વખત બધાને માસ્ક પહેરવા, કોરોના વેક્સીનનો બુસ્ટર ડોઝ લેવાની અપીલ કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, જો કોઇ વ્યક્તિમાં સંક્રમણના લક્ષણ નજરે પડે છે તો તેને ઓછામાં ઓછા 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રાખવામાં આવે. આ ગણતરી લક્ષણ દેખાવાના દિવસથી શરૂ થશે. આ અગાઉ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસના લક્ષણવાળી વ્યક્તિને 10 દિવસ સુધી આઇસોલેશનમાં રાખવા અને ત્યારબાદ ઓછામાં ઓછા 3 દિવસ સુધી તેની દેખરેખ કરવાની ગાઇડલાઇન્સ જાહેર કરી રાખી હતી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એમ પણ કહ્યું કે, જો કોઇ કોરોનાનો દર્દી RT-PCR ટેસ્ટ નેગેટિવ આવી જાય છે તો તેનો આઇસોલેશન પિરિયડ ઓછો કરી શકાય છે. જે લોકોના ટેસ્ટ પોઝિટિવ છે, પરંતુ તેમાં કોઇ લક્ષણ નથી, તેમણે હવે 10 દિવસની જગ્યાએ 5 દિવસ જ આઇસોલેટ રહેવું પડશે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સલાહ આપી કે પબ્લિકમાં માસ્ક પહેરી રાખવું જોઇએ. જો સ્થાનિક સ્તર પર કોરોનાના નવા કેસ વધારે મળી રહ્યા નથી છતા પણ વૈશ્વિક સ્તર પર આ મહામારીની હાલતને જોતા માસ્ક પહેરવું જ સૌથી મોટો બચાવ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એ લોકોને પણ માસ્ક પહેરવાની સલાહ આપી છે જે હાલમાં કોરોનાની ઝપેટમાં આવીને સારા થયા છે. જે લોકો કોરોના સંક્રમિત થવાના શંકાસ્પદ છે જે લોકો ગંભીર કોરોના વાયરસ સંક્રમણનો શિકાર થવાની હાઇ રિસ્ક લિસ્ટમાં છે કે પછી જે લોકો ભીડવાળા, બંધ કે ખૂબ ઓછા વેન્ટિલેશનવાળી જગ્યા પર ઉપસ્થિત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસ સંક્રમણની સારવાર કરવા માટે નિર્માટ્રેલવિર રિટોનાવિર દવાઓના ઉપયોગની ભલામણ કરી છે. એ સિવાય વિશ્વ આરોગ્ય સંસ્થાએ અન્ય બદવાઓ સોટ્રોવિમાબ અને કાસિરિવિમાબ ઇમદેવીમાબની પણ સમીક્ષા કરી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ બંને દવાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp