ઈઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં પણ પોતાનો ફાયદો જોઈ રહ્યા છે પુતિન

PC: business-standard.com

ઇઝરાયલ પર હમાસના આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હરકત બાદ યુદ્ધ છેડાઈ ગયું છે. હવે ઇઝરાયલ પોતાનો બદલો લઈ રહ્યું છે અને અત્યાર સુધી મોટી સંખ્યામાં રોકેટ્સ છોડી ચૂક્યું છે. ગાઝા પટ્ટી અને તેની આસપાસની ઘણી ઇમારતોને નુકસાન થયું છે. આ યુદ્ધ શરૂ થતા જ અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ ઇઝરાયલનો સાથ આપ્યો અને હમાસના આતંકવાદીઓ પર નિશાનો સાધવામાં આવી રહ્યો છે. બે દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં ત્રીજા દેશને ફાયદો પહોંચવાની આશા છે અને આ દેશ કોઈ બીજો નહીં, પરંતુ રશિયા છે.

આ યુદ્ધથી પણ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની બલ્લે બલ્લે થઈ શકે છે અને તેમને ફાયદો મળી શકે છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ પણ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને યુક્રેનને અમેરિકા સહિત પશ્ચિમી દેશ ગોળા-બારૂદ સહિત આર્થિક રૂપે પણ મદદ કરી રહ્યા છે. બીજી તરફ હવે જ્યારે અમેરિકા ઇઝરાયલની મદદ માટે આગળ આવી ગયું છે તો સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેનું ફોકસ યુક્રેનને હથિયાર ઉપલબ્ધ કરાવવાથી થોડું હટી શકે છે. ક્રેમલીનમાં એક સ્પષ્ટ સમજ છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રશિયાના પક્ષમાં કામ કરશે. આ વાત એ બાબતની જાણકારી રાખનારા બે લોકોએ કહી છે.

તેમણે કહ્યું કે, સંઘર્ષ ઓછામાં ઓછું યુક્રેનમાં યુદ્ધથી અમેરિકા અને યુરોપનું ધ્યાન ભટકાવવાનું કામ કરી શકે છે. રશિયા માની રહ્યું છે કે, આ યુદ્ધ અત્યારે હજુ વધી શકે છે. રશિયન વિદેશ મંત્રી સર્ગેઇ લવારોવે અરબ લીગના મહાસચિવ અહમદ અબુલ ધીત સાથે વાતચીત બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જો ઇઝરાયલ સંઘર્ષ પર અમેરિકાના ધ્યાનના પરિણામસ્વરૂપ કીવને હથિયારનો પુરવઠો ધીમો થઈ જાય છે તો રાષ્ટ્રપતિ પુતિનના ઉદ્દેશ્યને તેજીથી હાંસલ કરવામાં આવશે. તેને કોઈ પણ હાલતમાં હાંસલ કરવામાં આવશે.

જો કે ઇઝરાયલ અને યુક્રેનની સેનાની માગો વચ્ચે કોઈ મોટો ઓવરલેપ નથી અને તેલ અવીવની હાલની સપ્લાઈ ઘણા વર્ષો સુધી ચાલી શકે છે. આ બાબતથી પરિચિત એક વ્યક્તિ મુજબ, ઇઝરાયલ અમેરિકા પાસેથી આયરન ડૉમ મિસાઈલો, સ્પષ્ટ નિર્દેશિત યુદ્ધ સામગ્રી અને ટોપખાના રાઉન્ડની માગ કરી રહ્યું છે. તેને હમાસની આગામી પ્રતિક્રિયાની રાહ જોવાઇ રહી છે, પરંતુ જો ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં જમીની યુદ્ધ શરૂ કરે છે, જેની ઘણી સંભાવના છે તો એ સપ્લાઈ પર દબાવ વધી શકે છે.

પૂર્વ અમેરિકન કર્નલ માર્ક કેન્સિયન જે હવે સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના સલાહકાર છે તેમણે કહ્યું કે, અત્યારે તેઓ મોટા પ્રમાણ પર સામગ્રીનો ઉપયોગ કરવાનનું શરૂ કરી દેશે અને તેઓ કદાચ તેમનો ઘણો ઉપયોગ કરશે. ભલે તેમની પાસે લાંબા સમય માટે સ્ટોક હોય, પરંતુ લાંબા અભિયાન માટે પર્યાપ્ત નહીં હોઇ શકે. ભલે અમેરિકા યુક્રેનને ડિલિવરી બંધ નહીં કરે, પરંતુ આ એ શિપમેન્ટને ધીમું કરી શકે છે. એ સિવાય એક વરિષ્ઠ અમેરિકન રક્ષા અધિકારીએ કહ્યું કે, અમેરિકા યુક્રેનને મહત્ત્વપૂર્ણ માત્રામાં સહાયતા આપવાનું ચાલુ રાખશે, પરંતુ તે એ સુનિશ્ચિત કરવાને લઈને સાવધાન છે કે તે અન્ય સંકટોનો પણ જવાબ આપી શકે.

એક વરિષ્ઠ પશ્ચિમી રાજદૂતે કહ્યું કે, તેઓ યુક્રેનમાં યુદ્ધના પ્રભાવને લઈને ચિંતિત છે કેમ કે આંશિક રૂપે ઇઝરાયલી સેના સ્વયં સક્ષમ અને સૂસજ્જિત છે. તેમને વિશ્વાસ છે કે તેઓ યુક્રેન માટે જે કરી રહ્યા છે તેના પર કોઈ પ્રભાવ નાખ્યા વિના અમેરિકા ઇઝરાયલનું સમર્થન ચાલુ રાખવામાં સક્ષમ હશે. પુતિનના વિચાર પર અન્ય વિશ્લેષક વધુ સશંકિત છે. ચેથમ હાઉસના CEO બ્રેનવેવ મેડોકસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ઇઝરાયલ અને યુક્રેન વચ્ચે એક વિકલ્પને જોતા અમેરિકા ઇઝરાયલને પસંદ કરશે. હું સમજી શકું છું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી કેમ ચિંતિત હશે. તેઓ પહેલાથી જ અમેરિકાનું ધ્યાન બનાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp