ઇઝરાયલમાં વિખેરાયેલા પડ્યા છે 1500 હમાસ આતંકીઓના શબ, સ્થાનિક મીડિયામાં મોટો દાવો

PC: aljazeera.com

હમાસ દ્વારા ઇઝરાયલમાં કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયલી સેના ગાઝા પટ્ટીમાં સતત બોમ્બ વરસાવી રહી છે. ઇઝરાયલી બોમ્બમારાએ ગાઝા પટ્ટીમાં ભારે તબાહી મચાવી છે. તેમાં હમાસની 475 રોકેટ સિસ્ટમ અને 73 કમાન્ડ સેન્ટર પણ ધ્વસ્ત થઈ ગયા છે. આ દરમિયાન ઇઝરાયલની મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલની સીમામાં ઘૂસેલા 1,500 હમાસના આતંકવાદીઓને ઢેર કરી દેવામાં આવ્યા છે. ઇઝરાયલની ટીવી ચેનલ 13 ન્યૂઝે જણાવ્યું કે, ઇઝરાયલી ક્ષેત્રમાં પેલેસ્ટાઇનના આતંકીઓના લગભગ 1500 શબ્દ વિખેરાયેલા પડ્યા છે.

ઇઝરાયલ સુરક્ષા બળોએ અનુમાન લગાવ્યું છે કે સેનાએ શનિવારે સવારે ઇઝરાયલમાં ઘૂસણખોરી કરનારા સેકડો હમાસ અને પેલેસ્ટાઈની ઈસ્લામિક જિહાદી બંદૂકધારીઓને મારી નાખ્યા છે. ઇઝરાયલે 23 એવી ઇમારતો પર પણ હુમલો કર્યો છે, જેનો ઉપયોગ હમાસના આતંકવાદી કરતા હતા. એ સિવાય હમાસના 22 અંડરગ્રાઉન્ડ સ્થળોને પણ તબાહ કરી દેવામાં આવ્યા છે. પેલેસ્ટાઇનના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, ગાઝામાં ઇઝરાયલી બોમ્બ વિસ્ફોટોમાં 704 લોકોના મોત થયા, જેમાં 143 બાળકો અને 105 મહિલાઓ સામેલ છે, જ્યારે 4,000 લોકો ઇજાગ્રસ્ત થાય છે.

હમાસે ગાઝા પટ્ટીથી શનિવારે ઇઝરાયલ પર અચાનક હજારો રોકેટ ફેંક્યા હતા. તેમાં ઇઝરાયલના લગભગ 900 નાગરિક માર્યા ગયા હતા. તેમાં 11 અમેરિકન નાગરિક પણ સામેલ છે. ત્યારબાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ જાહેરાત કરી હતી કે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. તેમણે કહ્યું હતું કે, તેઓ આ હુમલાનો એવો જવાબ આપશે કે હમાસની પેઢીઓ તેને યાદ રાખશે. ઇઝરાયલની ત્રણેય સેનાઓ ગાઝા પટ્ટીમાં આતંકી સંગઠન હમાસ પર પ્રહારો કરી રહી છે. જ્યાં ઇઝરાયેલી એરફોર્સ હમાસના સ્થળો પર બોમ્બમારો કરી રહી છે.

આ બોમ્બમારામાં ઘણી મસ્જિદ, રેફ્યૂજી કેમ્પ, હમાસ કમાન્ડ સેન્ટર અને ઈસ્લામિક જિહાદ કમાન્ડ સેન્ટર પર પણ બોમ્બ વરસાવવામાં આવ્યા. ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં સેકડો બહુમાળી ઇમારતોને તબાહ કરી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, અમેરિકા ઇઝરાયલ સાથે પૂરી રીતે ઊભું છે. અમે તેમનું સમર્થન કરવામાં નિષ્ફળ નહીં જઈએ. જ્યારે મેં આજે સવારે વડાપ્રધાન નેતન્યાહૂ સાથે વાત કરી તો મેં જણાવ્યું કે, અમેરિકા આ આતંકવાદી હુમલાઓ સામે ઇઝરાયલના લોકોની સાથે ઊભું છે. ઇઝરાયલને પોતાની અને પોતાના નાગરિકોની રક્ષા કરવાનો અધિકાર છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp