જાપાનમાં માત્ર 2 મિનિટ વહેલા ઓફિસથી નીકળી ગયો સરકારી કર્મચારી, પછી જાણો શું થયું

PC: indiatimes.com

જાપાનમાં એક સરકારી કર્મચારીને નિયમો અંતર્ગત કામ ન કરવા પર તેનો પગાર કાપી લેવામાં આવ્યો. કારણ માત્ર એટલું જ હતું કે એ કર્મચારી માત્ર બે મિનિટ વહેલો ઓફિસથી નીકળી ગયો હતો. દુનિયામાં અનેક એવી કંપનીઓ છે જે કર્મચારીઓને અનુકુળ રહે તેવી સુવિધા આપે છે. તો કેટલાક કંપનીઓ એવી પણ છે જે પોતાના કર્મચારી માટે કડક નિયમો બનાવતી હોય છે અને જો કોઇ કર્મચારી આ નિયમોનું ઉલ્લંઘન કરે તો તેના પર કડક સજા ફટકારતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય કોઇ સરકારી કંપની અંગે એવું સાંભળ્યું છે કે ત્યાં જો કર્મચારી સમયથી બે કલાક પહેલા ઘરે જતો રહે તો તેનો પગાર કાપી લેવામાં આવે? તમે વિચારી રહ્યાં છો કે સરકારી કંપનીમાં આવા કડક નિયમ તો નથી હોતા, પરંતુ કેટલાક દેશમાં સરકારી કંપનીઓમાં પણ આ પ્રકારના નિયમો હોય છે.

ચોંકાવનારી ઘટના જાપાનમાં સામે આવી છે, અહીં એક સરકારી કર્મચારીનો નિયમ પ્રમાણે કામ ન કરવા બદલ પગાર કાપી લેવામાં આવ્યો. કારણ માત્ર એટલું હતું કે તે બે મિનિટ વહેલો ઘરે જતો રહ્યો. આ ભૂલને લીધે કર્મચારીનો ત્રણ મહિનાના પગારમાંથી દશ ટકા પગાર કાપી લેવામાં આવ્યો.

જાપાનના મીડિયા પ્રમાણે મે 2019ના જાન્યુઆરી 2021 વચ્ચે 316 વખત કર્મચારીઓએ ઓફિસ બે મિનિટ પહેલા છોડ્યું. જાપાનના મીડિયા સંસ્થાન ધ સાંકેઇ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે ચીબા પ્રાંતના ફૂનાબાશી સિટી બોર્ડ ઓફ એજ્યુકેશનના એ સરકારી કર્મચારીઓની સેલેરી કાપી નાખવામાં આવી છે. જેઓ ઓફિસનો સમય પૂર્ણ થયા પહેલા એટલે કે બે મિનિટ વહેલા જતા રહ્યાં હતા. ઉલ્લેખનીય છે તેમાંથી ઘણા કર્મચારીઓએ પોતાના હાજરી કાર્ડમાં ખોટા સમય પણ નાખ્યો હતો. જેથી તેઓ વહેલા ઓફિસથી નીકળી શકે. આ કામ માટે એજ્યુકેશન બોર્ડના લાઇફલોંગ લર્નિંગ ડિપાર્ટમેન્ટની 59 વર્ષિય આસિસ્ટેન્ટ સેક્શન ચીફ કર્મચારીઓની મદદ કરતી હતી. આથી સજાના ભાગ રૂપે તેણીના પણ ત્રણ મહિનાની સેલેરીમાંથી 10 ટકા ભાગ કાપવાનો આદેશ આપવામાં આવ્યો.

એટલું જ નહીં એક અન્ય મહિલાને પણ દંડ ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ મહિલા કર્મચારીએ રાતે 5.17 વાગ્યાની બસ પકડવા માટે પોતાની ઓફિસથી 5.15 વાગ્યે નીકળી ગઇ હતી. જ્યારે તેણીનો લોગ-આઉટ ટાઇમ જ 5.17 હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp