આ વ્યક્તિ રેસ્ટોરાંમાં જાય ભરપેટ ખાઈ પછી બિલના સમયે હાર્ટ ઍટેકનું નાટક કરે, 20..

PC: bolnews.com

તમને ફિલ્મ થ્રી ઈડિયટ્સ યાદ છે? ફરહાનને તેના મિત્ર રેન્ચોને મળવાનું હતું પરંતુ તે ફ્લાઈટમાં હતો. તેને કઈ રીતે બહાર નીકળવું તે સમજાતું ન હતું, તેથી તેણે હાર્ટ એટેકનું બહાનું બનાવ્યું અને ફ્લાઈટમાંથી બહાર નીકળી ગયો અને એરપોર્ટ પહોંચતા જ તે ફિટ થઈ જાય છે. બીજા એક માણસે આવું જ બહાનું કાઢ્યું. પરંતુ ફ્લાઈટમાંથી ઉતરવા માટે નહીં. રેસ્ટોરન્ટમાં જમ્યા પછી બિલ ન ચૂકવવા માટે આવું કર્યું. આવું તેણે ઘણી વખત કર્યું. એટલી વખત કર્યું કે હવે પોલીસે તેની ધરપકડ કરી છે.

મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, આ 50 વર્ષીય વ્યક્તિ સ્પેનનો રહેવાસી છે. અત્યાર સુધી તે 20 રેસ્ટોરન્ટમાં હાર્ટ એટેકનું બહાનું બનાવી ચૂક્યો છે. એક મહિના પહેલા રેસ્ટોરન્ટમાં બિલ ન ભરવા અને હાર્ટ એટેકનું નાટક કરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી હતી. ચેતવણી તરીકે, બ્લેન્કાના દરેક રેસ્ટોરન્ટમાં આ વ્યક્તિનો ફોટો ચોંટાડવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, અલ બ્યુન કોમર હોટલના એક કર્મચારીએ તે વ્યક્તિને 37 ડોલર (અંદાજે 3079 રૂપિયા)નું બિલ રજૂ કર્યું. તેણે ખાવાનું અને કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ જેવો સ્ટાફ મેમ્બર ચાલ્યો ગયો, ત્યારે તે વ્યક્તિએ ત્યાંથી નીકળી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને અટકાવવામાં આવ્યો અને જાણ કરવામાં આવી કે, તેણે હજુ બિલ પણ ચૂકવવાનું બાકી છે. આ વ્યક્તિ તે વખતે ખોટું બોલ્યો કે, તે તેના હોટલના રૂમમાંથી પૈસા લેવા જઈ રહ્યો છે, પરંતુ સ્ટાફે તેને જવા દીધો ન હતો અને તે જ ક્ષણે તે હાર્ટ એટેક આવ્યો હોવાનો ડોળ કરવા લાગ્યો. બિલ ભરવાનું આવતાં તે તેની છાતી પકડીને હાર્ટ એટેક આવ્યો હોવાનું નાટક કરીને ફ્લોર પર બેહોશ થવા લાગ્યો હતો. આ બધું જોઈને હોટલ સ્ટાફે એમ્બ્યુલન્સને બદલે પોલીસને બોલાવી અને પોલીસે વ્યક્તિની ધરપકડ કરી.

માહિતી અનુસાર, તેની અગાઉ પણ આ જ કારણોસર ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે વખતે તેના બિલની રકમ ઓછી હતી, તેથી તેને જવા દેવામાં આવ્યો હતો. પરંતુ આ પછી પણ તે સુધર્યો ન હતો. રેસ્ટોરન્ટ માલિકોએ તેનો ફોટો આખા શહેરમાં ફેલાવ્યો અને હવે તેની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ વખતે ઘણા રેસ્ટોરન્ટ માલિકોએ ભેગા થઈને ફરિયાદ નોંધાવવાની યોજના બનાવી છે, જેના કારણે તે વ્યક્તિને બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp