ડિલિવરી બોયને લૂંટવા આવેલા ચોર તેને ભેટીને પાછા જતા રહ્યા, જુઓ વીડિયો

PC: youtube.com

હાલ દેશ અને દુનિયામાં ઘણું બધુ એવું થઈ રહ્યું છે, જેને કારણે માણસાઈ પરથી વિશ્વાસ ઉઠતો જઈ રહ્યો છે. એક તરફ દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે, તેવામાં કેટલાક કિસ્સાઓ અને વીડિયો એવા સામે આવ્યા છે જેને કારણે આપણો માણસાઈ પરથી જ વિશ્વાસ ઉઠી જાય. જોકે, ઘણીવાર એવી પણ ઘટનાઓ બનતી રહે છે, જેને કારણે માણસનો માણસ પરનો વિશ્વાસ થોડો જળવાઈ રહે છે. આવો જ એક વીડિયો પાકિસ્તાનમાંથી સામે આવ્યો છે, જેને જોતા ફરી લાગે છે કે લોકોના દિલમાં માણસાઈ હોય છે, બસ જરૂર છે તેને જાગૃત કરવાની કે જાગૃત રાખવાની.

વાત જાણે એમ છે કે, પાકિસ્તાન કરાચીનો એક એવો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ચોર ચોરી કરવા ગયા હતા, પરંતુ તેમનું અચાનક હૃદય પરિવર્તન થઈ ગયું. તેમનું દિલ એવું બદલાયુ કે જેને કારણે તેઓ જેનો સામાન ચોરવાના ઈરાદાથી ગયા હતા, તે જ વ્યક્તિને ભેટીને ત્યાંથી પાછા જતા રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બે ચોર બાઈક સવાર ડિલિવરી બોયની પાસે જાય છે અને તેના પૈસા, મોબાઈલ ફોન અને તેની પાસે રહેલો બાકીનો સામાન ચોરી કરવા માંડે છે. આ દરમિયાન બંને ચોર તે ડિલિવરી બોય સાથે વાત કરે છે અને તેમનું હૃદય પરિવર્તન થઈ જાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ડિલીવરી બોય પોતાની વાત કહેતા-કહેતા રડી પડે છે, તે ડિલિવરી બોયની સ્ટોરી સાંભળીને તે બંને ચોર પણ ભાવુક થઈ જાય છે અને પોતાનો ચોરી કરવાનો ઈરાદો પડતો મુકીને તે બંને ચોર તે ડિલિવરી બોયને ભેટી પડે છે.

ત્યારબાદ ડિલિવરી બોય તે ચોરોને ભેટી પડે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કઈ રીતે તે ચોર ડિલિવરી બોયને ભેટે છે અને તેની સાથે વાતચીત પણ કરે છે. ડિલિવરી બોય પોતાના આંસૂ લૂંછતા-લૂંછતા પોતાની ઈમોશનલ સ્ટોરી કહે છે અને ત્યારબાદ ચોર ત્યાંથી ચાલ્યા જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp