UAEમાં બનેલા દુનિયાના સૌથી મોટા મંદિરની વિશેષતા જાણો,PM ઉદઘાટન કરવાના છે

મુસ્લિમ દેશ અબુધામીમાં પહેલું હિંદુ મંદિર બન્યું છે, જેનું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 14 ફેબ્રુઆરીએ ઉદઘાટન થવાનું છે. આ મંદિરની વિશેષતા જાણવા જેવી છે.

UAEના અબુધાબી હાઇવ પર બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) દ્રારા UAEમાં પહેલું હિંદુ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર 900 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે અને તેની ઉંચાઇ 108 ફીટ છે તે પણ એક રેકોર્ડ છે. મંદિરમાં સંગેમરમરના સફેદ પત્થરો અને બલુઆ પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક ટેક્નોલોજીનો સમન્વય સાધીને મંદિર તૈયાર કરવામાં આવ્યું છે.

આ મંદિરમાં 350 જેટલા સેન્સરો પણ લગાવવામાં આવ્યા છે, જે ભૂંકપ જેવી કુદરતી આફતીની આગાહી કરશે. આ મંદિર એટલું મજબુત બનાવવામાં આવ્યું છે કે 1000 વર્ષ સુધી કોઇ વાંધો નહીં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp