જાણો શા માટે કોરિયામાં મહિલાઓ સેક્સ ડૉલનો કરી રહી છે વિરોધ
કોરિયામાં સેક્સ ડૉલ પર ફરી એકવાર વિવાદ ગાઢ બનતો જઈ રહ્યો છે. અહીં સેક્સ ડોલના ઈમ્પોર્ટ પર પ્રતિબંધને કસ્ટમ સર્વિસે હટાવી દીધો હતો. મહિલા ગ્રુપે તેનો વિરોધ પણ કર્યો અને તેને ફરીથી પ્રતિબંધિત કરવાની માંગ ઉઠાવી છે. મહિલા ગ્રુપનું માનવુ છે કે, સેક્સ ડૉલનો ઉપયોગ અસલમાં હ્યુમન ડિગ્નિટી પર હુમલો છે. કોરિયન સુપ્રીમ કોર્ટે તેના પર લાગેલા પ્રતિબંધને હટાવવાનો આદેશ આપ્યો હતો. સેક્સ ડૉલ બનાવનારી એક કંપનીએ સોશિયલ મીડિયા પર તેના પ્રમોશન માટે એક પોસ્ટ કરી હતી, જેમા કંપનીએ સેક્સ ડૉલને રિયલ ડૉલ બતાવી હતી. કંપનીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે, સેક્સ ડૉલ માટે ત્રણ ઓપ્શન હાજર છે. જ્યાં તે 4 ફૂટ 9 ઈંચ, 5 ફૂટ 3 ઈંચ અને 5 ફૂટ 6 ઈંચ સાઈઝમાં હાજર છે. આ સાથે જ કંપનીએ જણાવ્યું કે, તેના પ્રોડક્શનમાં 30 દિવસનો સમય લાગે છે.
કોરિયન કસ્ટમ સર્વિસ દ્વારા સેક્સ ડૉલના ઈમ્પોર્ટ પર લાગેલા બેનનો તેના પ્રોડ્યૂસર વિરોધ કરી રહ્યા હતા. ત્યારબાદ 26 ડિસેમ્બરે કસ્ટમ સર્વિસે પ્રતિબંધને હટાવી દીધો હતો. સેક્સ ડૉલ બનાવનારી કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં તેની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી અને બાદમાં પોતાના નિર્ણયમાં કોર્ટે પ્રોડ્યૂસરને તેના ઈમ્પોર્ટનો આદેશ આપ્યો હતો અને કસ્ટમ સર્વિસને પ્રતિબંધ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે માન્યું કે, સેક્સ ડૉલ સંવેધાનિક વ્યવસ્થાને બાધિત નથી કરતી.
કોરિયામાં સેક્સ ડૉલના ઉપયોગને લઈને કોઈ નિયમ નથી. એટલે કે અહીં તેનો ઉપયોગ ગેરકાયદેસર નથી માનવામાં આવતો. જોકે, કસ્ટમ સર્વિસે તેના ઈમ્પોર્ટ પર કસ્ટમ એક્ટના અનુચ્છેદ 234 અંતર્ગત બેન લગાવ્યો હતો. જોકે, જાણકારી એવી પણ છે કે, કસ્ટમ સર્વિસ દ્વારા લગાવવામાં આવેલા બેનથી, એવુ પણ નથી કે દેશમાં તેનો ઉપયોગ નહોતો થઈ રહ્યો. સ્થાનિક મીડિયા અનુસાર, કોરિયામાં સ્થાનિક સ્તર પર પણ કંપનીઓ છે જે તેનું મેન્યુફેક્ચરિંગ કરે છે.
સેક્સ ડૉલના વિરોધીઓ કહે છે કે, તે હ્યુમન ડિગ્નિટી એટલે કે માનવ ગરિમા પર હુમલો છે. ખાસ કરીને તેનાથી મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચે છે. મહિલા ગ્રુપનું માનવુ છે કે, કસ્ટમ સર્વિસ દ્વારા બેન હટાવવાથી લોકો મહિલાઓને સેક્સ ટૂલ્સ સમજવાનું શરૂ કરી દેશે. એક્સપર્ટનું કહેવુ છે કે, સેક્સ ડૉલમાં એ બધા જ ફીચર્સ હોય છે, જે એક મહિલાના શરીર જેવા દેખાય છે. સ્કિનથી લઈને વીંસ સુધી, સેક્સ ડૉલમાં મહિલાના શરીરના તમામ નાનામાં નાના અંગ હોય છે. જાણકારોનું માનવુ છે કે, સેક્સ ડૉલથી પ્રોસ્ટિટ્યૂશન અને પોર્નોગ્રાફીને પ્રોત્સાહન મળે છે, જે યૌન શોષણનું સૌથી મોટું ફેક્ટર છે.
સેક્સ ડૉલને પ્રતિબંધિત કરવાનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના સમર્થક કહે છે કે, સરકારને તેનો કોઈ અધિકાર નથી કે તે કોઈકના પ્રાઈવેટ જીવનમાં ડોકિયું કરે. તેના સમર્થક માને છે કે, સેક્સ ડૉલ અને સેક્સ ટૉયમાં એવો કોઈ તફાવત નથી હોતો. તેમજ તેના વિરોધી માને છે કે, સેક્સ ડૉલથી સાર્વજનિક નૈતિકતા ભ્રષ્ટ થાય છે, જેને સ્થાનિક સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધી છે.
સેક્સ ડૉલના સમર્થક એક વકીલનું માનવુ છે કે, સરકારે પ્રતિબંધ ના લગાવવો જોઈએ કારણ કે, કોઈપણ વ્યક્તિ પોતાના પ્રાઈવેટ ટાઈમમાં શું કરે છે, તે જાણવો તેને અધિકાર નથી. વકીલે કહ્યું કે, સેક્સ ડૉલ માત્ર એક ડૉલ એટલે કે ઢીંગલી છે. આ એક પ્રકારનું સેક્સ ટોય છે જે કોઈકના માટે ખૂબ જ વેલ્યૂએબલ હોઈ શકે છે.
એક રિપોર્ટ અનુસાર, અત્યારસુધી એ વાત સાબિત નથી થઈ શકી કે સેક્સ ડૉલથી સેક્સ ક્રાઈમ ઓછાં થાય છે. સેક્સ ડૉલથી અત્યારસુધી યૌન અપરાધોની સંખ્યા ઓછી નથી થઈ. માત્ર એક વ્યક્તિનું એવુ માનવુ છે કે, ડૉલ મહિલાઓ અને બાળકો વિરુદ્ધ યૌન અપરાધોને ઓછો કરવામાં મદદગાર સાબિત થાય છે. બીજી તરફ, વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે સેક્સ ડૉલ્સ યૌન અપરાધને પ્રોત્સાહન આપી શકે છે. એક્સપર્ટે કહ્યું, જ્યારે સેક્સ ડૉલ્સનો ઉપયોગ સામાન્ય થઈ જશે, તો તે વધુ લોકોની જિજ્ઞાસાને ઉત્તેજિત કરશે. એક્સપર્ટ માને છે કે, લોકો હજુ વધુ હ્યુમન જેવી સેક્સ ડૉલ્સ શોધશે, જે યૌન અપરાધોની ઘટનાઓને ઓછી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp