વિજય માલ્યાના પુત્રના લગ્નમાં દેખાયો ભાગેડુ લલીત મોદી

PC: news18.com

ભાગેડુ લલીત મોદી અને વિજય માલ્યા ફરી ચર્ચામાં છે, પરંતુ આ વખત મની લોન્ડ્રિંગ અને ટેક્સ ચોરીના સમાચારોની વિરુદ્ધ. વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા અને જેસ્મીને બ્રિટેનમાં લગ્ન કર્યા. તેમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો પૂર્વ કમિશનર, ભાગેડુ લલીત મોદી પણ નજરે પડ્યો. તે ખૂબ ખુશ નજરે પડી રહ્યો હતો, વિજય માલ્યાએ તેનું સ્વાગત કર્યું. લગ્ન બ્રિટનના હર્ટફોર્ડશયરના એક આલીશાન ફાર્મહાઉસમાં થયા. આ કપલે પહેલા ઈસાઈ રીત રિવાજથી લગ્ન કર્યા. પછી પારંપારિક હિન્દુ રીત રિવાજ મુજબ પણ લગ્ન કર્યા. આ લગ્ન 22 જૂને થયા.

થોડા દિવસ અગાઉ જ સિદ્ધાર્થ માલ્યાએ સોશિયલ મીડિયા પર જલદી જ લગ્ન કરવાની વાત કહી હતી. હવે તેણે પોતાની ગર્લફ્રેન્ડને પોતાની હમસફર બનાવી લીધી છે. લલીત મોદી બંનેના લગ્નમાં પહોંચ્યો હતો. એ અગાઉ લલીત મોદી ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેણે બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સાથે પોતાની તસવીર શેર કરી હતી. ત્યારે તેણે સુષ્મિતા સેનને પોતાની બેટરહાફ બતાવી હતી. જો કે, તેણે સ્પષ્ટ કર્યું કે, બંનેએ લગ્ન કર્યા નથી, પરંતુ બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે.

લલીત મોદી વર્ષ 2010થી જ લંડનમાં છે. IPLમાં નાણાકીય ગરબડી સાબિત થયા બાદ તેની વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ નોંધાયો હતો. ત્યારબાદ જ તે પોતાના પરિવાર સાથે લંડન ભાગી ગયો હતો. BCCIએ આરોપ લગાવ્યો હતો કે, IPL ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષના રૂપમાં કામ કરનાર લલિતે વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રુપ (WSG)ના અધિકારીઓ સાથે મિલીભગત કરીને 753 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી. લલીત પર ટેક્સ ચોરી, મની લોન્ડ્રિંગ અને બીજા આરોપ છે.

તો વિજય માલ્યા પર 9,000 કરોડ રૂપિયા કરતા વધુની બેંક છેતરપિંડી કરવાનો આરોપ છે. તે માર્ચ 2016થી બ્રિટનમાં રહે છે. વધુ એક ભાગેડુ બિઝનેસમેન છે નીરવ મોદી. તે પણ બ્રિટનમાં જ રહેતો હોવાનું કહેવામાં આવે છે. પંજાબ નેશનલ બેંક (PNB) પાસેથી મોટી લોન લઇને ચૂકવ્યા વિના ભાગી ગયો. આ ત્રણેય ભાગેડુને ભારત લાવવાની વાત થતી રહે છે, પરંતુ ક્યા સુધીમાં આવશે ખબર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp