'34 વર્ષની ઉંમરમાં દાદી બની ગઈ, પુત્રએ..', મહિલાએ લોકોને બતાવ્યું કડવું સત્ય

PC: scmp.com

એક મહિલાએ લોકોને બતાવ્યું કે, તે માત્ર 34 વર્ષની ઉંમરમાં દાદી બની ગઈ. તેણે પોતાના પરિવાર સાથે મળીને તેનું સેલિબ્રેશન પણ મનાવ્યું, પરંતુ પછી એક કડવું સત્ય પણ બતાવ્યું. આ મહિલા સિંગાપુરની એન્ફ્લૂએન્સર છે. તેણે કહ્યું કે, તેનો પુત્ર માત્ર 17 વર્ષની ઉંમરમાં જ પિતા બની ગયો છે. અત્યારે ન તો તેનો અભ્યાસ પૂરો થયો છે અને ન તો કમાણીનું કોઈ મધ્યમ છે. એટલે હવે એ જ તેના બાળકોનું પાલન-પોષણ માટે આર્થિક મદદ આપશે. પોતાનું ચિકન હોટસ્પોટ રેસ્ટોરાં ચલાવનારી શિરલી લિંગના ઇન્સ્ટાગ્રામ પર 17 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે પોતાના સારા લૂકસ માટે ફેમસ થઈ.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, તેની સાથે જ શિરલીએ વર્ષ 2022માં સિંગાપુરની મિલિટ્રી કોમેડી ફિલ્મમાં કામ કર્યું છે. તેના 3 લગ્ન થયા છે. સૌથી પહેલા સંતાનનેમાત્ર 17 વર્ષની ઉંમરમાં જ જન્મ આપ્યો હતો. તેનો એક નાનો દીકરો અને 3 દીકરીઓ પણ છે, તે કુલ 5 બાળકોની માતા છે. તે કહે છે કે બાળકો અત્યારે મોટા થઈ રહ્યા છે, તો તમારે તેમને બતાવવું પડશે કે માતાની જેમ ન બને, ઓછી ઉંમરમાં લગ્ન ન કરે, પરંતુ તમે તેમને તેના માટે જેટલું ના પાડશો, તેઓ એવું એટલું જ વધારે કરશે.

'Kids learn from you': Actress Shirli Ling opens up about being a grandma at 34 after son became a dad at 17
byu/Detective-Raichu insingapore

શિરલીના પુત્રએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રેગ્નેન્ટ કરી દીધી હતી. જેના કારણે તેને ઓછી ઉંમરમાં જ માતા બનવું પડ્યું. શિરલીએ કહ્યું કે, તે પણ 17 વર્ષની ઉંમરમાં માતા બની અને તેનો પુત્ર પનણ17 વર્ષની ઉંમરમાં પિતા બન્યો છે. શિરલી આગળ કહે છે કે હવે જે થઈ ગયું, એ થઈ ગયું. પુત્રને ફટકાર લગાવવાની જગ્યાએ, મને તેને સલાહ આપવી અને સપોર્ટ કરવાનું વધુ યોગ્ય લાગી રહ્યું છે. તે કહે છે કે, પુત્રએ બાળકની જવાબદારી લેવાની ના પાડી દીધી હતી, પરંતુ તે ફરી પણ આવી જ ભૂલ કરતો.

આ કારણે તેણે પોતે બાળકની જવાબદારી પોતાના ઉપર લેવાનો નિર્ણય લીધો. તેણે કહ્યું કે, ઓછી ઉંમરમાં માતા-પિતા બનનારા લોકોને પડકારનો સામનો કરવો પડે છે, જે સરળ હોતું નથી, પરંતુ ત્યારબાદ હું પોતાના પુત્રને એ શીખવી શકું છું કે પોતે કરેલા કામની જવાબદારી કેવી રીતે લેવી જોઈએ. જો કે, આ મામલે સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે બહેસ છેડાઈ ગઈ છે. એક યુઝરે કહ્યું કે, મને લાગે છે કે તું એક નિષ્ફળ માતા છે. શું એટલી ઓછી ઉંમરમાં એક બાળકનું પરિવાર શરૂ કરવાનું યોગ્ય છે? એક અન્ય યુઝરે લખ્યું આ માતા સારું કામ કરી રહી છે. હંમેશાં પોતાના બાળકોને એક જવાબદાર વ્યક્તિ બનવા માટે તેને ગાઈડ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp