WWEમા ગળામાં 45 કરોડની વસ્તુ પહેરી દેખાયો યૂટ્યૂબ, ના સોનૂ કે ડાયમંડ નથી

PC: twimg.com

સોશિયલ મીડિયા સ્ટાર લોગન પોલનું રેસલ મેનિયામાં ડેબ્યૂ ચોંકાવનારું રહ્યું. શોમાં એન્ટ્રી દરમિયાન તે દુનિયાનો સૌથી મોંઘો પોકેમોન કાર્ડ પહેરી આવ્યો. તેની કિંમત 45 કરોડ રૂપિયાથી વધારે કહેવામાં આવી રહી છે. આ ખૂબ જ રેયર પિકાચુ ગ્રાફિક કાર્ડ છે.

WWEએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં 27 વર્ષના અમેરિકન યૂટ્યૂબર લોગન એરિનામાં પ્રવેશ કરતો જોવા મળે છે. આ દરમિયાન તેના ગળમાં પોકેમોન કાર્ડ લટકતો જોવા મળે છે. લોગનને તેના આ કાર્ડ માટે ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

લોગન પોલમે આ પ્રતિષ્ઠિત PSA ગ્રેડ 10 પિકાચુ ઈલસ્ટ્રેટર કાર્ડ 40 કરોડ રૂપિયાના રેકોર્ડ બ્રેકિંગ ટ્રેડ પછી મળ્યો છે. પોલે આ કાર્ડ 22 જુલાઈ 2021માં ખરીદ્યો હતો. એક પ્રાઈવેટ સેલમાં આ કાર્ડ લેવામાં આવ્યો છે.

PSA ગ્રેડ 10 પિકાચુ ઈલસ્ટ્રેટર કાર્ડને મેળવવા માટે લોગન પોલે પોતાનો ગ્રેડ 9 પિકાચુ કાર્ડ આપવો પડ્યો. જેને લગભગ 9.6 કરોડ રૂપિયામાં ઈટલીના મેટ એલને ખરીદ્યો હતો. આ ઉપરાંત ગ્રેડ 10 કાર્ડ માટે તેને લગભગ 30 કરોડ રૂપિયા પણ આપવા પડ્યા હતા. પીએસએની પ્રાઇસ ગાઈડ અનુસાર, તેની કિંમત લગભગ 45 કરોડ રૂપિયા છે.

લોગન પોલે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ સાથે વાત કરતા કહ્યું કે, પિકાચુ ઈલસ્ટ્રેટર દુનિયાનું સૌથી પ્રતિષ્ઠિત અને ખૂબ જ રેયર પોકેમોન કાર્ડ છે. વર્ષ 1998ના ઈલેસ્ટ્રેશન કોન્ટેસ્ટના માત્ર 39 વિજેતાઓને આ મળ્યો હતો. જેમાંથી માત્ર એકને જ પરફેક્ટ 10 ગ્રેડ મળ્યો હતો. જેને લોગન પોલે ખરીદ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp