કોરોના વાયરસઃ વિદેશથી સુરત આવેલા 136 લોકોનું કરાયું સ્ક્રીનિંગ, આ આવ્યું રીઝલ્ટ

PC: khabarchhe.com

ચીન, ઈરાન સહિતના દેશોમાં હાહાકાર મચાવનાર અને અનેક લોકોને મોતના ખપ્પરમાં ધકેલનાર કોરોના વાયરસથી આપણું સાઉથ ગુજરાત સેઈફ હોવાનો રિપોર્ટ સામે આવતા તંત્રે હાશકારો અનુભવ્યો છે.  કોરોના વાયરસ માટે અગમચેતીના પગલારૂપે સુરત શહેરના 120 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 16 મળી કૂલ 136 એન.આર.આઈ.મુસાફરોનું એરપોર્ટ પર જ સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે. ચીનથી આવેલા આ તમામ મુસાફરોનો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવતાં એક પણ મુસાફરનો રિપોર્ટ પોઝિટીવ નોંધાયો નથી. જેથી સુરતના નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. ચાર થી પાંચ જેટલા મુસાફરોને શરદી, ખાંસીના લક્ષણો જોવા મળ્યા હતા. જે સામાન્ય શરદી હોવાનું જણાયું હતું. જિલ્લા આરોગ્ય વિભાગની બેઠકમાં આ વાત જાહેર કરાતા રાહતના સમાચાર સામે આવ્યા છે.

 તમામ યાત્રીઓને 14 દિવસ મોનિટરિંગમાં રખાયા હતા, તમામ રિપોર્ટ નોર્મલ

આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ મુસાફરોનું 14 દિવસ સુધી સતત મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. તેઓ હવે ભયમુક્ત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાઈરસને ‘‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન’’ જાહેર કરી છે, ત્યારે ચીનથી પરત આવેલા સુરતના નાગરિકોને તમામ પ્રકારની આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી રહી છે તેમજ સતત મોનીટરીગ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો  આપી હતી. 

જિલ્લા સંચારી રોગ સર્વેલન્સ સમિતિની બેઠક ઈ.જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વી.પી. મચ્છારના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હસમુખ ચૌધરીએ ઉપરોક્ત માહિતી આપતા બધાએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp