ફરી ઉગાડ્યો બાઈબલનો ચમત્કારિક છોડ, 1000 વર્ષ જૂના બીજ પર 14 વર્ષ ચાલ્યુ રિસર્ચ

PC: livescience.com

બાઈબલમાં ‘Sheba’ નામના છોડનો ઉલ્લેખ છે. તે જુડિયન રણમાં જોવા મળે છે. આ રણ વેસ્ટ બેંક અને ઇઝરાયલમાં છે. પરંતુ અહી જોવા મળતો ઔષધીય છોડ સ્થાનિક રૂપે હજારો વર્ષ અગાઉ વિલુપ્ત થઈ ગયો હતો. આ છોડનું એક બીજ વર્ષ 1980ના દશકમાં વૈજ્ઞાનિકોને એક ગુફા મળ્યું હતું. ગુફા જુડિયન રણમાં છે. ત્યારબાદ આ બીજ પર 14 વર્ષ રિસર્ચ થયું હતું. આ બીજનો DNA ચેક કરવામાં આવ્યો. કેમિકલ અને રેડિયોકાર્બન એનાલિસિસ કરવામાં આવ્યું. ત્યારે જઈને તેની ઉત્પત્તિનું રહસ્ય ખૂલ્યું. તેની બાબતે હાલમાં જ કમ્યુનિકેશન બાયોલોજીમાં રિસર્ચ રિપોર્ટ છપાયો હતો.

‘Sheba’ ઝાડનું આ બીજ AD 993 થી 1202 વચ્ચે પ્રાચીન દક્ષિણી લેવન્ટમાં જોવા મળતું હતું એટલે કે 1031 થી 822 વર્ષ અગાઉ, પરંતુ તે વિલુપ્ત થઈ ગયો હતો. ત્યાં જ આજે ઇઝરાયલ, પેલેસ્ટાઇન અને જૉર્ડન છે. હાલમાં વૈજ્ઞાનિકોએ આ બીજમાંથી નવું ઝાડ બનાવી લીધું છે. આશા છે કે જલદી જ આ છોડમાંથી સોરી (Tsori) પણ નીકળશે. જેનો ઉલ્લેખ બાઈબલમાં એક રાહત આપનાર રેસિનની જેમ કરવામાં આવ્યો છે. Tsori વાસ્તવમાં બામને કહેવામાં આવે છે, પરંતુ આ શબ્દ પર વિવાદ છે.

આ પદાર્થ Gilead જેવા ઐતિહાસિક વિસ્તાર સાથે જોડાયેલો છે. આ વિસ્તાર ડેડ સીના ઉત્તરમાં જૉર્ડન અને યારમક નદી વચ્ચે છે. હવે Sheba છોડ ઊગ્યા બાદ વૈજ્ઞાનિકો આશા છે કે તેઓ બાઈબલમાં બતાવવામાં આવેલા ચમત્કારિક Tsori પદાર્થનું રહસ્ય પણ ઉકેલી લેશે. Sheba Commiphora જીનસનો છોડ છે, જેની અંદર લગભગ 200 વર્તમાન છોડ આવે છે. એ સામાન્ય રીતે આફ્રિકા, મેડાગાસ્કર અને અરબી પ્રાયદ્વીપમાં મળે છે. પરંતુ અત્યાર સુધી એ ખબર પડી નથી કે Sheba કઇ પ્રજાતિનો છોડ છે.

અત્યાર સુધી આ છોડમાં કોઈ ફૂલ આવ્યું નથી. ન તો કોઈ રિપ્રોડક્ટિવ પદાર્થ દેખાયો છે. Shebaનો નજીકનો સંબંધ Commiphoraની પ્રજાતિઓ C. angolensis, C. neglecta and C. tenuipetiolata સાથે લાગે છે. જે અત્યારે દક્ષિણી આફ્રિકામાં જોવા મળે છે. કહેવામાં આવે છે કે ‘Sheba’ સાથે પ્રાચીન દુનિયામાં મોંઘા પરફ્યૂમ જેવા જુડિયન બાલસમ કે જિલીડનો બામ બનાવવામાં આવે છે, પરંતુ તેને લઈને અત્યારે પણ દુવિધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp