દારૂ પીવાની સ્પર્ધામાં ગુમાવ્યો જીવ,2 લાખ જીતવા 10 મિનિટમાં 1 લીટર દારૂ પીતા મોત

PC: scmp.com

કેટલીક વખત લોકો કોઈ પ્રતિયોગિતામાં જીતવા કે ઈનામ મેળવવાના ચક્કરમાં મૂર્ખાઈ કરી બેસે છે. આ મૂર્ખાઈના કારણે ક્યારેક ખૂબ મોટું નુકસાન થઈ જાય છે તો કેટલીક વખત જીવ ગુમાવવાનો વારો આવે છે. ગત દિવસોમાં ચીનના એક વ્યક્તિ સાથે પણ કંઈક એવું જ થયું હતું. અહી 2 લાખ રૂપિયા જીતવાના ચક્કરમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વ્યક્તિએ દારૂ પીવાની પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો, જેનાથી તે 2 લાખ રૂપિયાનો પુરસ્કાર જીતી શકતો હતો.

સાઉધર્ન મેટ્રોપોલીસ ડેઇલીએ જણાવ્યું કે, દક્ષિણપૂર્વી ગુઆંગડોંગ પ્રાણતા શેન્જેનની એક કંપનીમાં મૃત ઝાંગ કામ કરતો હતો અને જુલાઈમાં તે એક ટીમ બિલ્ડિંગ ડિનરમાં સામેલ થયો હતો. અહી યાંગ નામના તેના બોસે ડિનર દરમિયાન મજાક મસ્તીમાં દારૂ પીવાની પ્રતિયોગિતા રાખી દીધી અને દાવો કર્યો કે જે પણ ઝાંગ કરતા વધુ દારૂ પીશે, તેને 20 હજાર યુઆન (ભારતીય ચલણ મુજબ 2.28 લાખ રૂપિયા)નું ઈનામ આપવામાં આવશે. બોસે એમ પણ કહ્યું કે, જો ઝાંગ પ્રતિયોગિતા જીતે છે તો તેને પણ 2.28 લાખ રૂપિયા મળશે અને હારવા પર તેણે કંપનીના બધા કર્મચારીઓને 10 હજાર યુઆન (1.15 લાખ રૂપિયા)ની ચા પીવાડવી પડશે.

પ્રતિયોગિતા શરૂ કરવામાં આવી. ત્યારબાદ યાંગે ઝાંગ સાથે પ્રતિયોગિતા કરવા માટે પોતાના ડ્રાઈવર સહિત ઘણા કર્મચારીઓને પસંદ કર્યા. એક પ્રતિભાગીએ જણાવ્યું કે, પ્રતિયોગિતામાં ઝાંગે જીતવા માટે 10 મિનિટમાં લગભગ એક લીટર સ્ટ્રોંગ ચીની બાઇજીઉ સ્પિરિટ પી લીધો. ત્યારબાદ તે પડી ગયો તો ઇમરજન્સીમાં તેને શેન્જેન જુનલોન્ગ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનામાં સીરિયસ લીકર પોઇઝનિંગ, એસ્પિરએશન ન્યૂમોનિયાની જાણકારી મળી. તેને બચાવવા માટે ખૂબ પ્રયાસો કરવા છતા તેનું કાર્ડિયાક અરેસ્ટના કારણે તેનું મોત થઈ ગયું.

ઘટનાના કારણે આગામી દિવસે જ કંપની બંધ થઈ ગઈ. કંપનીના વિચેટ ગ્રુપના એક પ્રતિનિધિએ જણાવ્યું કે, ‘ડિનર પર જે કઇ થયું, તેના કારણે કંપની સત્તાવાર બંધ થઈ ગઈ. શેન્જેન પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ સામે આવ્યું હતું કે એક ચીની સોશિયલ મીડિયા એનફ્લૂએન્સરનું લાઈવ સ્ટ્રીમ દરમિયાન અત્યાધિક દારૂ પીવાના કારણે મોત થઈ ગયું હતું. તેણે લાઈવ સ્ટ્રીમ ડ્રિંકિંગ ચેલેન્જ દરમિયાન બે બોટલ દારૂ પીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp