ડિલિવરી બોયને ટોયલેટ જવાનું મન થયું હતું, મિલ્કશેકના કપમાં જ થયો હલકો, પછી...

PC: ndtv.com

હવે લોકો ઓનલાઇન ઘણું બધુ ઓર્ડર કરે છે, પછી ફૂડ હોય, મોબાઈલ ફોન હોય કે પછી અન્ય વસ્તુ. ઓનલાઇન ખરીદી કરવાના કેટલાક ફાયદા છે તો કેટલાક ગેરફાયદા પણ છે. ઓનલાઇન ખરીદી કરવાથી લોકોનો સમયની બચત થઈ જાય છે જ્યારે કેટલીક વખત એ સમયની બચત કરવામાં જ તેમણે ચૂનો પણ લાગી જાય છે. હાલમાં જ થોડા વખત અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે એક વ્યક્તિએ સોનીની ટીવી મગાવી હતી, પરંતુ તેને થૉમસનની ટીવી પકડાવી દેવામાં આવી હતી. તેની ફરિયાદ છતા બદલી આપવામાં આવતી નહોતી.

સોશિયલ મીડિયાના સમયમાં ઘણા એવા સમાચાર સામે આવતા રહે છે, જેમની બાબતે જાણ્યા બાદ તમે હેરાન રહી જાવ છો. આ પ્રકારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ મિલ્કશેક ઓર્ડર કરવાના બદલે પેશાબ ભરેલો ગ્લાસ મળ્યો. ફોક્સ 59ના રિપોર્ટ મુજબ, અમેરિકામાં રહેનારા કાલેબ વૂડ્સે આ અઠવાડિયાની શરૂઆતમાં ફૂડ ડિલિવરી એપથી ફ્રાઈઝ અને મિલ્કશેકનો ઓર્ડર કર્યો હતો. તેણે પોતાના મિલ્કશેકનો એક ઘૂંટ પીવા માટે એક સ્ટ્રોનો ઉપયોગ કર્યો અને ત્યારે તેને અનુભવ થયો કે તેણે પેશાબ પીય લીધું છે.

પોતાના એક નિવેદનમાં વૂડ્સે કહ્યું કે, ‘જ્યારે મેં ડિલિવરી બાદ પોતાનું ભોજન ખાવાનું શરૂ કર્યું, તો મેં પોતાના કપમાં એક સ્ટ્રો નાખી અને એક ઘૂંટ પીય લીધો. મને જલદી જ ખબર પડી કે મને જે કપ ઓર્ડરમાં આવ્યો હતો તે મિલ્કશેક નહીં, પરંતુ પેશાબ હતું. નિરાશ થઈને વૂડ્સે ફૂડ રાઇડરને કોલ લગાવ્યો અને તેને મિલ્કશેકના બદલે પેશાબનો કપ આપવાના કારણે ફટકાર લગાવી. રાઇડરે કહ્યું કે, તે બે સ્ટાયરોફોન કપોમાં ભ્રમિત થઈ ગયો હતો.

રાઇડરે કહ્યું કે તે લાંબા સમય સુધી કામ કરતો રહ્યો એટલે બાથરૂમ માટે બ્રેક ન મળી શક્યો એટલે તે પોતાની કારમાં ડિસ્પોઝેબલ કપમાં પેશાબ કરી દીધું. આ ઘટના બાદ વૂડ્સે રિફંડ માટે ડિલિવરી એપ સાથે સંપર્ક કરવામાં આવ્યો. કંપની સાથે સંપર્ક કરવા માટે 4 દિવસ લાગી ગયા. પોતાના અનુભવ બાબતે વાત શેર કરતા વૂડ્સે કહ્યું કે, તેમણે ભોજનના પૂરા પૈસા પરત કરી દીધા, પરંતુ તેમણે ડિલિવરી ચાર્જ અને મારા દ્વારા આપવામાં આવેલી ટીપ પરત ન કરી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ત્યારબાદ ફૂડ ડિલિવરી એપે આ ઘટના પર એક નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે, કંપનીએ ડિલિવરી વર્કર સાથે કરાર સમાપ્ત કરી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp