માર્ક ઝુકરબર્ગ પત્ની પ્રિસિલા ચાનને કારણે ચર્ચામાં છે
ફેસબુકના ફાઉન્ડર ઝુકર બર્ગ અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. તેમણે પોતાની પત્નીની એક વિશાળ પ્રતિમા ઘરમાં બનાવી છે તેને કારણે ચર્ચામાં આવી ગયા છે. ઝુકર બર્ગે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પત્નીની પ્રતિમાની તસ્વીર શેર કરી છે. ઝુકરબર્ગે તેમના ઘરના બેકયાર્ડમાં પત્ની પ્રિસિલા ચાનની 7 ફુટ ઉંચી પ્રતિમા બનાવી છે.
આ પ્રતિમા અમેરિકાના જાણીતા મૂર્તિકાર ડેનિયલ આર્શમે બનાવી છે. ઝુકર બર્ગે પ્રતિમા બનાવવા પાછળનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ એક રોમન પરપંરાને ફોલો કરી રહ્યા છે. રોમન પરંપરામાં લોકો ઘરમાં તેમની પત્નીની પ્રતિમા બનાવીને રાખતા હતા.
ઝુકર બર્ગ અને પ્રિસિલા ચાનના 2012માં લગ્ન થયા હતા અને દંપતિને 3 દીકરીઓ છે. લોકો માર્કને હસબન્ડ ઓફ ધ યર કહી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp