આકાશમાં લગ્ન! દીકરીની ખુશી માટે પિતાએ પ્લેન બુક કરાવ્યું, પ્લેનમાં જ લગ્ન થયા

PC: latestly.com

વર-કન્યા સહિત લગ્નમાં ઉપસ્થિત લોકોએ દુબઈથી ઓમાન સુધી 3 કલાકની મુસાફરી કરી હતી. દરમિયાન, લગ્ન મધ્ય હવામાં થયા હતા. વીડિયોની શરૂઆતમાં ફ્લાઈટની અંદરનો સીન બતાવવામાં આવ્યો છે, જેમાં લોકો 'તુને મારી એન્ટ્રીયાં' પર ડાન્સ કરી રહ્યાં છે.

સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રહેતા એક ભારતીય ઉદ્યોગપતિએ પોતાની પુત્રીના લગ્નનું આયોજન કરવા માટે એક અલગ જ સ્થળ પસંદ કર્યું. ત્યારથી આ લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં લોકોનું એક જૂથ લોકપ્રિય હિન્દી ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે.

વાયરલ વીડિયોમાં વર-કન્યા આ લગ્ન વિશે વાત કરતા સાંભળી શકાય છે. એક મીડિયા સૂત્રોએ આ વીડિયોને શેર કરતી વખતે લખ્યું છે કે, 'UAE સ્થિત ભારતીય ઉદ્યોગપતિ દિલીપ પોપલે 24 નવેમ્બરે દુબઈમાં તેમની પુત્રીના લગ્ન ખાનગી જેટેક્સ બોઈંગ 747 એરક્રાફ્ટમાં યોજ્યા હતા.'

વીડિયોની શરૂઆતમાં ફ્લાઈટની અંદરનો સીન બતાવવામાં આવ્યો છે, જેમાં લોકો 'તુને મારી એન્ટ્રીયાં' પર ડાન્સ કરી રહ્યાં છે. જેમ જેમ વિડિયો આગળ વધે છે તેમ, સમારંભો માટે એક નિયુક્ત વિસ્તાર પણ બતાવવામાં આવે છે. વીડિયોના અંતે વરરાજા તેના સસરા અને તેના પિતાનો આભાર માને છે. કન્યા પણ તેમાં જોડાય છે અને શેર કરે છે કે, તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેને આવો કોઈ અનુભવ થશે.

આ ટ્વીટ થોડા કલાકો પહેલા શેર કરવામાં આવી હતી. આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી લગભગ 75,000 વખત જોવામાં આવ્યો છે. પોસ્ટને લગભગ 300 લાઈક્સ પણ મળી છે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર, લગ્ન સમારોહ 24 નવેમ્બરના રોજ એક પ્રાઈવેટ જેટ 747માં થયો હતો. આ લગ્ન સમારોહમાં સામેલ વર-કન્યા સહિતના લોકોએ દુબઈથી ઓમાન સુધી ત્રણ કલાકની મુસાફરી કરી હતી, જે દરમિયાન લગ્ન સમારોહ યોજાયો હતો.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, છોકરીના પિતાએ કહ્યું કે 'દુબઈ મારું ઘર છે અને આ આકાશમાં લગ્ન થવાની આગળની સિક્વલ છે. મેં હંમેશા મારી પુત્રી માટે આ કરવાનું સપનું જોયું છે અને દુબઈથી વધુ સારી જગ્યા કોઈ નથી, કારણ કે તે બધા સપના પૂરા કરે છે.' રસપ્રદ વાત એ છે કે, તેણે પોતે 1994માં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક સમારોહમાં લગ્ન કર્યા હતા. જેનું આયોજન તેના પિતા લક્ષ્મણ પોપલીએ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp