આ દેશમાં હિન્દુ કર્મચારીઓને 22 જાન્યુઆરીએ મળશે 2 કલાકની સ્પેશિયલ છૂટ્ટી

PC: indianexpress.com

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ થનારા પ્રાણ પ્રતિષ્ઠાને કાર્યક્રમ પર આખી દુનિયાની નજર છે. દુનિયાભરમાં ફેલાયેલા હિન્દુ આસ્થાવાળા લોકો આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરશે. આ દરમિયાન મોરીશસની સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી છે. એ હેઠળ મોરીશસમાં 22 જાન્યુઆરીના રોજ હિન્દુ આસ્થા રાખનારા અધિકારીઓને 2 કલાકની સ્પેશિયલ છુટ્ટી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન તેઓ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર થનારા સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે.

મોરીશસના વડાપ્રધાન પ્રવિન્દ કુમાર જગન્નાથના નેતૃત્વમાં મોરીશસ કેબિનેટે શુક્રવારે એક સત્તાવાર જાહેરાત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટે સોમવાર 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:00 વાગ્યાથી 2 કલાકની વિશેષ છુટ્ટી આપવા પર સહમતી વ્યક્ત કરી છે. ભારતમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્વઘાટનને લઈને આ નિર્ણય લીધો છે. તો હિન્દુ આસ્થાના સાર્વજનિક અધિકારી 22 જાન્યુઆરીના રોજ 2 કલાકની સ્પેશિયલ છુટ્ટી પર રહેશે. નિવેદનમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ઐતિહાસિક ઘટના છે કેમ કે અયોધ્યામાં ભગવાન રામની વાપસીનું પ્રતિક છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રીરામલલાની મૂર્તિની સ્થાપના કરશે. ભવ્ય મંદિરના ઉદ્વઘાટન માટે ઘણા નેતાઓ અને ગણમાન્ય વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. મંદિરના અધિકારીઓ મુજબ આ સમારોહ 16 જાન્યુઆરીથી શરૂ થઈને 7 દિવસ સુધી ચાલશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 22 જાન્યુઆરીની બપોરે રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાને બિરાજમાન કરવાનો નિર્ણય લીધો છે. વૈદિક અનુષ્ઠાન પ્રાણ પ્રતિષ્ઠાન મુખ્ય સમારોહથી એક અઠવાડિયા અગાઉ 16 જાન્યુઆરીએ શરૂ થશે.

આ અગાઉ બુધવારે અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુએ કહ્યું હતું કે રામાયણ વિભિન્ન ભૌગોલિક ક્ષેત્રોમાં એક બ્રિજ છે. એ લોકોને માનવીય સંબંધોની જટિલતાઓ સાથે જ સારા અને ખરાબ વચ્ચે શાશ્વત સંઘર્ષ બાબતે શીખવે છે. વૉશિંગટન ડીસીમાં US કેપિટલ હિલમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, ઘણી પેઢીઓથી રામયણની કહાનીઓ પ્રસારિત કરવામાં આવતી રહી છે. એ કહેવું મુશ્કેલ છે કે કોઈ તેને ક્યારે શીખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp