મૂડી વિના 12 વર્ષનો છોકરો બન્યો કરોડોનો માલિક!

PC: metro.co.uk

12 વર્ષના છોકરાએ બિટકોઈન અને એનએફટી દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી છે. એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના તે છોકરાએ કરોડોની કમાણી કરી છે. આ છોકરાનું નામ બેન્યામિન અહમદ છે. તેણે પાંચ વર્ષની ઉંમરમાં જ પોતાના પિતા પાસેથી કોડિંગ શીખી લીધુ હતું અને હવે 12 વર્ષની ઉંમરમાં તેણે વ્હેલ થિમનું એક એનએફટી કલેક્શન રીલિઝ કર્યું છે.

જણાવી દઈએ કે, એનએફટી એક પ્રકારનું ડિજિટલ આર્ટ વર્ક છે જેને ખરીદી અને વેચી શકાય છે. બેન્યામિને પહેલીવાર વ્હેલ લોન્ચ કરી હતી. તે કલાકોમાં જ વેચાઈ ગઈ હતી. તેને માટે બેન્યામિનને આશરે એક કરોડ રૂપિયા મળ્યા હતા. તેની કમાણી વધતી ગઈ. તેના બાકીના વેન્ચર્સ પણ ખૂબ સફળ રહ્યા. થોડાં મહિનાઓમાં જ બેન્યામિનની કમાણી આશરે 8 કરોડ પર પહોંચી ગઈ અને હવે 12 વર્ષની ઉંમરમાં તે 30 કરોડ કરતા વધુની કમાણી કરી ચુક્યો છે. ખાસ વાત એ પણ છે કે, તેની પાસે હજુ સુધી કોઈ બેંક અકાઉન્ટ પણ નથી અને તેણે પોતે કમાણી કરી તે પૈસા ખર્ચ્યા પણ નથી. બેન્યામિન અહમદ બ્રિટનમાં રહે છે.

તેની બધી સંપત્તિ ઈથેરિયમ નામની ક્રિપ્ટોકરન્સીમાં છે. જોકે, ક્રિપ્ટોકરન્સીના ભાવ ખૂબ જ ચર્ચાનો મુદ્દો બન્યા રહે છે. ઘણા માને છે કે, આવનારા સમયમાં તે બેકાર થઈ જશે અને ઈન્વેસ્ટર્સને પોતાના પૈસા કાઢવાનો સમય પણ નહીં મળશે. પરંતુ, બેન્યામિનનું માનવુ છે કે, તે ફ્યૂચર કરન્સી છે અને હાલના સમયમાં તે પોતાની કમાણી ત્યાં જ છોડી દેશે. બેન્યામિને ધ સન સાથે વાતચીતમાં કહ્યું હતું કે, હાલ તે માત્ર સ્કિલ અને એક્સપીરિયન્સ ડેવલપ કરવા માગે છે અત્યારસુધીમાં તેના એનએફટીના કલેક્શનની ટ્રેડ વેલ્યૂ 30 કરોડ રૂપિયા કરતા વધુ થઈ ચુકી છે. તે જેમ-જેમ પોપ્યુલર થશે તેની કિંમત વધતી જ જશે.

બેન્યામિને કહ્યું કે, મારા સ્કૂલ ફ્રેન્ડ્સ જાણે છે કે હું શું કરું છે અને તે લોકોએ મને તેને માટે અભિનંદન પણ પાઠવ્યા. જોકે, હું એવુ વિચારું છું કે બધા લોકો તેને નથી સમજતા. પરંતુ, ઘણા બધા લોકો મારી સ્ટોરી જાણે છે અને મને એ જોઈને આનંદ થાય છે કે મારા કારણે ઘણા બધા લોકો એનએફટી વિશે શીખી રહ્યા છે. બેન્યામિનના પિતા ઈમરાન કહે છે કે, તેમના માટે આ વેન્ચર ક્યારેય પણ પૈસા કમાવાનું માધ્યમ નહોતું. તે તેને નોલેજ માટે કરી રહ્યો હતો અને પૈસા બોનસ છે. હું હંમેશાંથી જ ઈચ્છતો હતો કે મારું બાળક એ કામ કરે જેમા તેને મજા આવતી હોય. તે યુવાનીમાં જ તેના પર વધુમાં વધુ સમય આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp