4.25 કરોડમાં વેચાયા 35 વર્ષ જૂના શૂઝ, જાણો શા માટે આટલા મોંઘા છે

PC: townnews.com

જૂતાના શોકીનો ઘણાં લોકો હોય છે. પણ કોઈ જૂના જૂતા માટે કોઈ કરોડો રૂપિયા ખર્ચ કરી નાખે, તે હેરાન કરનારી વાત હોઈ શકે છે. અમેરિકામાં આ રીતનો જ એક મામલો સામે આવ્યો છે. જ્યાં ઓનલાઈન નીલામીમાં સેકન્ડ હેન્ડ જોડી જૂતા 5,60,000 ડૉલર એટલે કે લગભગ 4.25 કરોડ રૂપિયામાં વેચાયા છે. આટલી ઊંચી બોલીમાં જૂતા ખરીદવાનો આ પોતાનામાં જ એક રૅકોર્ડ છે.

શું ખાસ છે આ જૂતામાં

જે જૂતાની વાત કરી રહ્યા છે તે અમેરિકાના સૌથી પોપ્યુલર બાસ્કેટબોલ પ્લેયર માઈકલ જોર્ડનના છે. માઈકલ જોર્ડને 1985ની એક ગેઈમમાં આ શૂઝ પહેર્યા હતા. આ 35 વર્ષ જૂના જૂતામાં માઈકલ જોર્ડને પોતાની સિગ્નેચર પણ કરી છે. નીલામી કરનારી વેબસાઈટ સોથબેજ અનુસાર, આ જૂતાને 5,60,000 ડૉલર એટલે કે લગભગ 4.25 કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવ્યો છે.

જૂતાની ઊંચી નીલામીનો પણ રૅકોર્ડ

નીલામી કરનારી કંપનીનો દાવો છે કે, દુનિયાભરમાં કોઈ પણ જૂતાની આટલી ઊંચી બોલી લગાવવામાં આવી નહીં હોય. 4.25 કરોડ રૂપિયાના જૂતાની નીલાની પોતાનામાં જ એક વર્લ્ડ રૅકોર્ડ છે. છેલ્લી 25 મિનિટની નીલામીમાં જ જૂતાની કિંમત 30000 ડૉલર સુધી પહોંચી ગઈ હતી. પણ સૌથી ઊંચી બોલી લગાવનારે તેની એટલી કિંમત લગાવી દીધી આ કિંમતની ઉપર કોઈ જઈ શક્યું નહીં.

જણાવી દઈએ કે, માઈકલ જોર્ડન અમેરિકામાં બાસ્કેટબોલના સૌછી ચર્ચિત પ્લેયર રહ્યા છે. માઈકલે 1985માં Nike Air1 નામના આ લાલ અને સફેદ રંગના જૂતા પહેરીને ગેઈમ રમી હતી. ઉલ્લેખનીય છે કે, જૂતા બનાવનારી કંપની Nike એ આ સીરિઝના માત્ર 12 જોડી જૂતા જ બનાવ્યા હતા. આ જૂતાની ખાસ વાત એ છે કે, એક જૂતો 13 નંબરનો છે, જ્યારે બીજો જૂતો 13.5 ઈંચનો છે. સફેદ, લાલ અને કાળા રંગના આ જૂતા માઈકલ જોર્ડન માટે 1985માં બનાવવામાં આવ્યા હતા.

90ના દશકમાં શિકાગો બુલ્સ તરફથી રમતા માઈકલ જોર્ડન 6 NBA ટાઈટલ્સ જીતવાની સાથે 1984 લોસ એન્જલિસ ઓલ્મપિક અને 1992માં બાર્સેલોના ઓલ્મિકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે અને તેની સાથે અમેરિકાની ટીમના સભ્યા પણ હતા. આ માઈકલ જોર્ડનની લોકપ્રિયતા જ હતી કે સન્યાસ લીધા પછી પણ તેમના ક્લબે તેમની 23 નંબરની જર્સી ક્યારેય કોઈ ખેલાડીને પહેરવા દીધી નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp