જળવાયુ પરિવર્તનના કારણે 2030 સુધીમાં આ દેશના લાખો લોકો ગરીબ થઇ જશે

PC: blogs.agu.org

વર્લ્ડ બેન્કના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, જળવાયુ સંબંધિત ઉથલ પાથલના કારણે 2030 સુધીમાં લાખો બ્રાઝીલિયન લોકો અત્યંત ગરીબ બની શકે છે. આ રિપોર્ટમાં બ્રાઝીલને અપીલ કરવામાં આવી છે કે, તે રીન્યુએબલ એનર્જીના સ્ત્રોતો માટે ઝડપથી રોકાણ લાવે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, દક્ષિણ અમેરિકાનું આ સૌથી ગરીબ રાષ્ટ્ર, પ્રાકૃતિક આપદાઓ ખાસકરીને પૂર અને દુષ્કાળ, ખાદ્ય પદાર્થોની વધતી કિંમતો અને ઓછી શ્રમ ઉત્પાદકતા જેવી વસ્તુઓથી પ્રભાવિત થશે. રિપોર્ટમાં કહેવાયું છે કે, બ્રાઝીલ રીન્યુએબલ એનર્જીના સ્ત્રોતના રૂપમાં ઘણી મજબૂત સ્થિતિમાં છે, કારણ કે, 80 ટકાથી વધારે વિજળી સહિત, તેની લગભગ અડધી ઉર્જા આપૂર્તિ, પહેલેથી જ રીન્યુએબલ એનર્જીથી આવે છે.

બ્રાઝીલ માટે વર્લ્ડ બેન્કના કંટ્રી ડાયરેક્ટર જોહાન્સ જટનું કહેવું છે કે, તેની લો કાર્બન ક્ષમતાનો પુરો ફાયદો લેવા માટે, બ્રાઝીલે હવે 2050 દરમિયાન દર વર્ષે પોતાની વાર્ષિક GDPના 0.5 ટકાનું વિશુદ્ધ રોકાણ કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, જળવાયુ સંબંધિત ઉથલ પાથલ આ દાયકાના અંત સુધી, 8થી 30 લાખ બ્રાઝીલિયન લોકોને અત્યંત ગરીબ બનાવી શકે છે.

ગયા નવેમ્બરમાં વર્લ્ડ બેન્કે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, જળવાયુ પરિવર્તનથી લોન્ગ ટર્મ ડેવલપમેન્ટ્સને મોટું જોખમ છે, ખાસકરીને ગરીબીમાં ઘટાડો. બ્રાઝીલ માટે હાલ રિપોર્ટમાં ઇન્ટર અમેરિકન ડેવલમેન્ટ બેન્ક દ્વારા કરવામાં આવેલી એક શોધ વિશે કહેવામાં આવ્યું છે. આ શોધમાં કહેવાયું છે કે, બ્રાઝીલ જલ્દીથી જ એક ટિપિંગ પોઇન્ટ પર પહોંચી શકે છે, જેને લોકો એમેઝોન બેસિનમાં ઇકોસિસ્ટમને બનાવી રાખવા અને પાણીના સપ્લાય અને કાર્બન સ્ટોરેજને સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત વરસાદ ન થશે.

સૌથી મુશ્કેલ સ્થિતિમાં, જળવાયુ પરિવર્તન, વનોનું ધોવાણ અને ચારાગાહ વિસ્તાર વધવાથી, 2050 સુધી બ્રાઝીલની GDP પર 18400 કરોડ ડોલરનું ક્યુમ્યુલેટિવ ઇમ્પેક્ટ થવાનું અનુમાન છે, જે દેશના વર્તનમાન GDPના 9.7 ટકા જેટલું જ છે.

વર્લ્ડ બેન્કનું કહેવું છે કે, આ વ્યવધાનનો સામાજિક અને આર્થિક પ્રભાવ ખૂબ વધારે પડશે, આનાથી શહેરોમાં જળ આપૂર્તિ, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેશન અને કૃષિ પર ગંભીર પ્રભાવ પડશે. રિપોર્ટ અનુસાર, દેશમાં જળવાયુ પરિવર્તનનો પ્રભાવ પહેલેથી જ તાપમાન અને વરસાદમાં ઉથલ પાથલ દ્વારા અનુભવ થઇ રહ્યો છે. બ્રાઝીલમાં ખરાબ વાતાવરણની ઘટનાઓથી દર વર્ષે એવરેજ 260 કરોડ ડોલરનું નુકસાન થાય છે. પાછલા થોડા વર્ષોમાં, બ્રાઝીલમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂર સામન્ય થઇ ગયા છે, જે દેશના વધારે પડતા હિસ્સાઓમાં ઓછી આવક વાળા વિસ્તારોને પ્રભાવિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp