સગીરાએ પોતાના હેવાન પિતાની ગોળી મારીને કરી નાખી હત્યા, 3 મહિનાથી કરતો હતો રેપ

PC: deccanherald.com

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક સગીરાએ છેલ્લા 3 મહિનાથી તેની સાથે કથિત રૂપે દુષ્કર્મ કરનારા પિતાની શનિવારે (23 સપ્ટેમ્બરના રોજ) ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસે આ જાણકારી આપી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના લાહોરના ગુજ્જરપુરા વિસ્તારની છે. અહી 14 વર્ષીય છોકરીએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે, તેનો પિતા છેલ્લા 3 મહિનાથી તેની સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો.

પિતાની હત્યા સાથે જોડાયેલી ઘટનાની તપાસ કરી રહેલા સોહેલ કાજમીએ કહ્યું કે, છોકરીએ જણાવ્યું કે તે ભયાનક સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. તેણે પોતાના બળાત્કારી પિતાને મારવાનો નિર્ણય લીધો અને એટલે તેની બંદૂકથી ગોળી મારીને હત્યા કરી દીધી. છોકરીના પિતાનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બધા પહેલુઓની તપાસ બાદ શંકાસ્પદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પરિવારે કથિત રૂપે ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો અને શરૂઆતમાં પોલીસને ઘટનાની જાણકારી ન આપી. જો કે, શનિવારે બપોરે એક પાડોશીએ પોલીસને ગુના બાબતે જાણકારી આપી. જાણકારી મળ્યા બાદ સિવિલ લાઇન્સના SP હસન ભટ્ટી સહિત વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા અને શંકાસ્પદ, તેની માતા, ભાઈ અને એક પાડોશીની ધરપકડ કરી લેવામાં આવી.

અત્યારે પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે બધા પહેલુઓને જોતા તપાસને આગળ વધારવામાં આવી રહી છે, ત્યારબાદ નક્કી થશે કે છોકરી વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના ત્યારે ચર્ચામાં આવી જ્યારે એક દિવસ અગાઉ જ પાકિસ્તાની કોર્ટે એક વ્યક્તિને પોતાની સગીર દીકરી સાથે બળાત્કારના આરોપમાં મોતની સજા સંભળાવી. લાહોરની સેશન કોર્ટના જજ ન્યાયાધીશ મિયાં શાહિદ જાવેદે શુક્રવારે લિંગ આધારિત હિંસામાં આરોપી એમ. રફીનને પોતાની સગીર દીકરી સાથે બળાત્કારના આરોપમાં મોતની સજા સંભળાવી.

શાહિદ જાવેદે નિર્ણય સંભળાવતા કહ્યું કે, ‘એક પિતાને હંમેશાં પોતાના બાળકોના પ્રાકૃતિક વાલી અને રક્ષક માનવામાં આવે છે. જો દીકરીને ઘરની બહાર કોઈ વ્યક્તિ નુકસાન પહોંચાડે છે તો તે પોતાના પિતાને પોતાના વાલી માનીને તેની પાસે જતી રહે છે, પરંતુ આ કેસમાં સગા પિતાએ અનાચાર કરીને પોતાની જ સગીર વયની દીકરીની અસ્મિતા, આત્મા અને શરીરને નષ્ટ કરી દીધું છે. સગીરાને મનોવૈજ્ઞાનિક અપત્તિનો સામનો કરવો પડ્યો છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp