પોતાના ફોટો સાથે જૂનો ફોન વેચી રહી છે મોડલ, લાખો રૂપિયા આપી રહ્યા છે લોકો!

PC: hinet.net

એક મોડલનો સેકન્ડ હેન્ડ ફોન લેવા માટે એક ફેન 8 લાખ 60 હજાર રૂપિયા આપવા માટે તૈયાર થઇ ગયો છે. મોડલની પાસે iPhone 12 Pro Max ફોન છે. સોશિયલ મીડિયા પર ફોન વેચવાની જાહેર કરતા મોડલે કહ્યું કે, ફોનની સાથે તેમાં રહેલા પોતાના સુંદર ફોટો અને વીડિયો કલેક્શન પણ તે ફોનની ખરીદી કરનારને આપશે.

મામલો થાઈલેન્ડનો છે, ફોન વેચવા જઈ રહેલી મોડલનું નામ કનોક્યદા ‘કા-નાન’ જીતમપોન છે, તે 26 વર્ષની છે. મોડલના ફેન્સે જણાવ્યું કે, તે જુના iPhone ને વેચીને iPhone 14 Pro Max 128GB ખરીદી કરવા ઈચ્છે છે. જો તે જુના ફોન માટે મળી રહેલા 8.6 લાખની ઓફરને સ્વીકારી લે છે, તો આ કિંમતમાં તે થાઈલેન્ડમાં 20 નવા iPhoneની ખરીદી કરી શકે છે.

મોડલે પોતાના iPhone 12 Pro Maxના ફોટોને ફેસબુક પર પોસ્ટ પણ કર્યું. તેણે લખ્યું કે, iPhone 14 ની ખરીદી કરવા માટે હું પોતાના iPhone 12ને વેચવા ઈચ્છું છું. ફોનની સાથે તેમાં રહેલા મારા ફોટો અને વીડિયો પણ તમને મળશે.

ફેસબુક પર મોડલની પોસ્ટ વાયરલ થઇ ગઈ છે. પોસ્ટને અંદાજે 70 હજાર લોકોએ લાઈક કરી છે, તેણે અંદાજે 2 હજાર લોકોએ શેર કરી છે, પોસ્ટ પર 3 હજાર કમેન્ટ્સ પણ છે. મોડલે સ્પષ્ટ કર્યું છે કે, ફોનમાં પહેલાથી રહેલા ફોટો અને વીડિયોને તે ડિલીટ નહીં કરશે. ફોનમાં અંદાજે 30,000 ફોટો અને 4,000 વીડિયો છે.

ઘણા બધા ફેન્સે મોડલની પોસ્ટ પર કમેન્ટ કરીને ફોનની કિંમત જાણવાનો પણ પ્રયત્ન કર્યો. કેટલાકે તો કનોક્યદાને ફોનની હરાજી કરવાની પણ સલાહ આપી હતી. મોડલે જણાવ્યું કે, પોસ્ટ કર્યા પછી તેણે અંદાજે 3 હજાર લોકોએ મેસેજ કરીને ફોનની કિંમત પૂછી છે. એક ફેને તો કનોક્યદાને 8 લાખ 60 હજાર રૂપિયાની ઓફર પણ દીધી, પણ ફોન કોણે આપવાનો છે? અત્યાર સુધી મોડલે આનો નિર્ણય નથી લીધો.

ખાસ વાત આ છે કે, મોડલ કનોક્યદા સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે, તેના ફેસબુક પેજ પર 1,696,405 ફોલોઅર્સ છે. તેમજ, ઈન્સ્ટાગ્રામ પર મોડલને અંદાજે 5 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp