અમેરિકાના આ શહેરમાં માસ્ક પહેરેલા 100થી વધુ યુવાનો આવ્યા એપલનો શોરૂમ લૂંટી ગયા

PC: indiatoday.in

અમેરિકાના એક શહેરમાં માસ્ક પહેરેલા 100 કિશોરીએ અનેક સ્ટોર્સમાં લૂંટફાટ મચાવી હતી, જેમાંથી એક એપલનો પણ સ્ટોર હતો. પોલીસે 20 કિશોરોને પકડી લીધા છે.

અમેરિકન રાજ્ય પેન્સિલવેનિયાના સૌથી મોટા શહેરમાં મંગળવારે સાંજે એક મોટી લૂંટ થઈ હતી. આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું હતું. CBS ફિલાડેલ્ફિયાના અહેવાલ મુજબ, સેન્ટર સિટીમાં ફુટ લોકર અને પંદરમી અને ચેસ્ટનટ નજીક એપલ સ્ટોર સહિત વ્યાપક લૂંટફાટ થઈ હતી. માસ્ક પહેરેલા લગભગ 100થી વધારે કિશોરીઓએ સ્ટોર્સમાં લૂંટ કરીને ઉત્પાત મચાવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ લૂંટના અનેક વીડિયો વારયલ થયા છે. લૂંટારા જે મળ્યુ તે લૂંટીને ભાગ્યા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અચાનક લોકોના ગ્રુપોએ દુકાનમાં લૂંટફાટ શરૂ કરી હતી. એ દરમિયાન ફુટ લોકર પર એક સુરક્ષા ગાર્ડ સાથે મારપીટ પણ થઇ હતી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં માસ્ક પહેરેલા યુવાનો અને યુવતીઓ જબરદસ્તી દુકાનમાં ઘુસતા નજરે પડી રહ્યા છે.એમાં મોટાભાગના સગીર વયના હોવાનું જણાય છે. દુકાનમાં તેમના હાથમાં જે આવ્યું તે લૂંટતા જોવા મળી રહ્યા છે. લોકોમાં ભાગદોડ મચી ગયેલી જોવા મળે છે.

 જે રીતે લોકોની ભાગદોડ મચેલી જોવા મળે છે એના પરથી એવું લાગે કે ક્યાંક હુલ્લડ થયું છે. વીડિયોમાં પોલીસ ઉત્પાત મચાવનારાઓને નિયંત્રિત કરવા સંઘર્ષ કરતી જોવા મળી રહી છે.

100 થી વધુ માસ્ક પહેરેલા અને હૂડવાળા કિશોરોનું એક જૂથ ફિલાડેલ્ફિયાના શહેરની દુકાનોમાં ઘૂસી ગયું હતું અને મંગળવારે રાત્રે ફ્લેશ મોબ-સ્ટાઇલ લૂંટમાં મચાવી હતી.

લૂંટારાએ જે સ્ટોર્સને ટાર્ગેટ કર્યા હતા તેમાં એક એપલ સ્ટોર હતો, જેના પર મંગળવારે (00:00 GMT) સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યાની આસપાસ લૂંટ કરવામાં આવી હતી.પોલીસ અધિકારીઓએ ભાગી રહેલા કિશોરોનો પીછો કર્યો અને તેમાંથી કેટલાકને પકડી લીધા. પોલીસના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કિશોરો પાસેથી કાઢી નાખવામાં આવેલા iPhones અને આઈપેડનો નોંધપાત્ર જથ્થો મળી આવ્યો હતો.

આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાંથી ઘણા લૂંટમાં સામેલ કિશોરોએ જાણીજોઈને રેકોર્ડ કર્યા છે. જો કે આ લૂંટમાં કોઇને ઇજા થઇ હોય તેવું જાણવા મળ્યું નથી. 

ધ ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરર અખબારના અહેવાલ મુજબ, 20 થી વધુ લોકોની, જેમાંથી ઘણા યુવાન હતા, ઘટના પછી ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક સમયાનુસાર મધ્યરાત્રિ સુધીમાં સ્થિતિ કાબૂમાં હોવાનું જણાયું હતું

ફિલાડેલ્ફિયા પોલીસનું કહેવું છે કે, એડી ઇરિજારીના મોત સાથે આ લૂંટને કોઇ સંબંધ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp