ભારત પર ડોર્સીના આરોપ પર મસ્કે કહ્યું, સરકાર જે કહે તે માનવું પડશે, છુટકો નથી

PC: businesstoday.in

ટ્વીટરના કો- ફાઉન્ડર અને પૂર્વ CEO જેક ડોર્સીએ તાજેતરમાં ભારત સહિત દુનિયાની અન્ય સરકારો દ્રારા દબાણ થતું હોવાનો આરોપો મુકીને ખળભળાટ મચાવી દીધો હતો. ડોર્સીએ આરોપ લગાવ્યો હતો કે ખેડુત આંદોલન વખતે  ભારતની નરેન્દ્ર મોદી સરકારે ટ્વીટર પર દબાણ કર્યું હતું. આ વિશે હવે ટ્વીટરના માલિક એલન મસ્કે ખુલીને વાત કરી છે. ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં એલન મસ્કે કહ્યું કે, ટ્વીટર પાસે સ્થાનિક સરકારોની વાત માનવા સિવાય કોઇ વિકલ્પ નથી.

મીડિયા સાથેની વાતચીતમાં મસ્કે સ્પષ્ટ કહ્યુ કે, તેઓ અમેરિકાની નિયમ આખી દુનિયા પર લાગૂ કરી શકે નહી. જો આપણે સ્થાનિક સરકારોના કાયદાને માન નહીં આપીશું, તો પછી આપણે તાળા મારવા પડશે.એનો ઉપાય એક જ છે કે આપણે તેમના કાયદા અનુસાર જ કામ કરીએ. અમારી પાસે આના સિવાય છુટકો નથી. અમે અભિવ્યકિતની સ્વતંત્રતા પ્રદાન કરવાની કોશિશ કરીશું, પરંતુ કાયદાના દાયરામાં રહીને.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે અને મંગળવારે તેમણે ટેસ્લાના CEO એલન મસ્ક સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રીને લઈને પણ વાતચીત થઈ હતી. બેઠક બાદ મસ્કે ભારતીય માર્કેટમાં ટેસ્લાની એન્ટ્રીને લઈને મોટો દાવો કર્યો છે. ન્યૂયોર્કની પેલેસ હોટેલમાં એલોન મસ્કએ કહ્યું કે કંપની નજીકના ભવિષ્યમાં ભારતમાં રોકાણ કરશે, જે દેશ માટે એક મહત્વપૂર્ણ વિકાસ હશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મિટીંગ પછી એલન મસ્કે કહ્યું કે તેઓ પોતે આવતા વર્ષે ભારતની મુલાકાતે આવશે અને ટેસ્લા ભારતમાં હશે. મસ્કે કહ્યું કે, સમર્થન માટે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનું છુ અને નજીકના ભવિષ્યમાં કઇંક એલાન કરવા માટે સક્ષમ હશે. તેમણે કહ્યું કે આ ભારત સાથેના અમારા સંબંધોમાં એક મહત્ત્વપૂર્ણ રોકાણ હશે.

અન્ય એક નિવેદનમાં એલન મસ્કે PM મોદીની ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખરેખર ભારતની પરવા કરે છે, હું PM મોદીનો પ્રસંશક છું. ટેસ્લના CEOની મુલાકાત પછી PM મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, આજે તમારી સાથે મુલાકાત શાનદાર રહી. એની પર મસ્કે કહ્યું કે તમારી સાથે ફરી મુલાકાત થવી એ સન્માનની વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp