'મારો ભાઈ મારો પતિ પણ છે', મહિલાએ સોશિયલ મીડિયા પર કૌટુંબિક રહસ્યો ખોલ્યા

PC: newsbreak.com

પરિવારોમાં એવા ઘણા રહસ્યો છે જે જો બહારના લોકોને ખબર પડે તો ખળભળાટ મચી જાય છે. પરંતુ તેમ છતાં ઘણા લોકો સત્ય બોલતા ડરતા નથી. તેવી જ રીતે, તાજેતરમાં એક મહિલાએ સોશિયલ મીડિયા પર તેના સાવકા ભાઈ સાથેના લગ્ન વિશે ખુલ્લેઆમ વાત કરી છે. અલાબામામાં રહેતા લિન્ડસે અને કેડ બ્રાઉનના લગ્ન 2013માં થયા હતા અને તેમને બે બાળકો છે. પરંતુ તેઓ સાવ સામાન્ય પરિવાર નથી કારણ કે તેઓ સાવકા ભાઈ અને બહેન પણ છે.

લિન્ડસેએ કહ્યું કે, અમે પ્રેમમાં પડીને કંઈ ખોટું કર્યું નથી કારણ કે, અમે પહેલાથી તો કંઈ ભાઈ-બહેન નહોતા. લિન્ડસે, જે TikTok પર @girl_meets_bro નામથી ઓળખાય છે, તેણે ખુલાસો કર્યો કે, તે અને કેડ વાસ્તવમાં પ્રથમ વખત મળ્યા હતા જ્યારે તેઓ કિશોર વયે હતા. તેણે વીડિયો ક્લિપને કેપ્શન આપ્યું, 'જ્યારે હું 14 વર્ષની હતી, ત્યારે મેં મારી બારીમાંથી એક અજાણ્યા છોકરાને જોયો હતો. અમે ક્યારેય ડેટ કર્યું નથી. 15 વર્ષ પછી અને હવે તે મારા પતિ અને સાવકા ભાઈ પણ છે.' આ વાર્તામાં ઘણા ટ્વિસ્ટ છે. લોકોએ આ વાંચતાની સાથે જ તેની પોસ્ટ પર હાસ્યાસ્પદ ટિપ્પણીઓ શરૂ કરી દીધી. ઘણા લોકોએ તેમના લગ્નને અકસ્માત પણ ગણાવ્યો હતો.

પરંતુ તેમના સંબંધોને સમજાવતી વિડિઓઝની શ્રેણીમાં, લિન્ડસેએ દાવો કર્યો કે તે એટલું વિચિત્ર નથી જેટલું કેટલાક લોકો વિચારે છે, કારણ કે તેઓએ ભાઈ અને બહેન બન્યા તે પહેલાં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. લિન્ડસેએ કહ્યું, 'ના, અમારા માતા-પિતાએ પહેલા લગ્ન કર્યા ન હતા, પરંતુ અમે તેમના પહેલા લગ્ન કર્યા હતા. જો અમે બે મળ્યા જ ન હોતે તો કદાચ તેઓએ ક્યારેય લગ્ન કર્યા જ ન હોત.'

લિન્ડસેએ યાદ કર્યું કે, કેવી રીતે તે અને કેડ 2007માં હાઇસ્કૂલમાં પ્રથમ વખત મળ્યા હતા, જ્યારે તે તેના બેડરૂમમાં ઘુસી જતો હતો, પરંતુ તેની માતાએ તેમને એક રાત્રે પકડી લીધા હતા અને પ્રેમ પ્રકરણનો ઝડપથી અંત આવ્યો હતો. ઘટના પછી કેડને મારાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ 2013માં અમે સોશિયલ મીડિયા દ્વારા ફરી મળ્યા.

લિન્ડસેએ જણાવ્યું કે પહેલાની જેમ આ વખતે પણ મેં મારી માતાની વાત ન સાંભળી અને કેડને તેના પિતાના ઘરે મળવા ગઈ. મને ખબર પડી કે મા મારી પાછળ આવી રહી છે. તેના ગુસ્સાથી બચવા મેં કેડના પિતા સાથે વાત કરવાનું શરૂ કર્યું, જેઓ તાજેતરમાં જ તેની પત્નીથી અલગ થયા હતા. તે દિવસે મારી માતા મારા કારણે કેડના પિતાને પહેલી વાર મળી.

લિન્ડસેએ કહ્યું કે, થોડા સમય પછી કેડે એક વર્ષ સૈન્ય તાલીમ માટે ઘર છોડી દીધું અને અમે ત્યાંથી દૂર રહેવા ગયા પરંતુ અમને ખ્યાલ ન હતો કે, આ સમય દરમિયાન અમારા માતાપિતાએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે કેડ પાછો આવ્યો, ત્યારે તે મારી સાથે રહેવા લાગ્યો અને બે અઠવાડિયા પછી અમે કોઈને કહ્યા વિના લગ્ન કરી લીધા. પણ નવાઈની વાત એ છે કે અમારા લગ્ન વિશે જાણ્યા પછી પણ મારી માતા અને કેડના પિતાએ લગભગ એક વર્ષ પછી લગ્ન કર્યા. ત્યારથી અમે બધા સાથે રહીએ છીએ પરંતુ મારા સાવકા ભાઈ સાથે લગ્ન કરવા બદલ લોકો મારા વિશે ખરાબ બોલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp