આ જગ્યાએ પાણીમાં મળ્યું 375 વર્ષ જૂનું રહસ્યમય શહેર! મોટું કોકડું ઉકેલાયું

PC: aajtak.in

થોડા સમય અગાઉ ગ્રીસથી એક સમાચાર સામે આવ્યા હતા કે અહી લાંબા સમયથી પાણીની અંદર ઉપસ્થિત એક શહેરની શોધ કરવામાં આવી છે. તેને 375 વર્ષ જૂનું માનવામાં આવી રહ્યું હતું. આ શોધ ગ્રીસના જાકીન્થોસમાં સમુદ્રની અંદર થઈ હતી. આ શહેર અહી કેમ છે. તેની પાછળનું રહસ્ય પણ ખૂલી ગયું છે. એવા સમાચાર આવ્યા કે વિશેષજ્ઞોએ એટલાન્ટિક સાગરના મધ્યમાં એક ગુમ દ્વિપની શોધ કરી છે જે 375 વર્ષથી ખોવાયેલો હતો.

પાણીની નીચે આ શહેરની શોધ સૌથી પહેલા ત્યારે થઈ, જ્યારે વર્ષ 2013માં જાકીન્થોસના કિનારે રહસ્યમય ખંડેર મળ્યા હતા. આ આયોનિયન દ્વીપ સમુહમાં ત્રીજો સૌથી મોટો કિનારો છે. તેનું નામ ગ્રીક પૌરાણિક કથાઓમાંથી લેવામાં આવ્યું છે. ઇન્ડિપેન્ડેન્ટ યુકેના રિપોર્ટ મુજબ, જાકીન્થોસમાં એલિકનાસના ખાડી ક્ષેત્રમાં કેટલાક ખંડેર મળ્યા હતા, જે 30 એકર કરતા વધુ વિસ્તારમાં ફેલાયેલા હતા. એ સમુદ્રની તળેટીથી 6 મીટરની ઊંડાઈ પર હતા.

તેમાં પથ્થરોથી બનેલા ફૂટપાથ અને વચ્ચે મોટા ગોળ આકાર સાથે 20 સ્તંભોનો પાયો નજરે પડ્યો. પથ્થરના આ મોટા સ્લેબ પ્રાચીન પબ્લિક બિલ્ડિંગના ફર્શ સાથે હળતા મળતા હતા. તેમાં જોઈને પુરાતત્વવિદોને લાગ્યું કે કોઈ બંદરગાહ કે પછી પ્રાચીન ઇમરતનો હિસ્સો હોય શકે છે, જેની બાબતે કોઈને ખબર ન પડી, પરંતુ તેની પાછળનું રહસ્ય હવે ઉકેલાઈ ગયું છે. પુરતત્વવિદોએ સાઇટની મુલાકાત લીધી અને સેમ્પલ એકત્ર કર્યા. તે

નાથી તેમને જે પરિણામ મળ્યા, એ ખુશ કરનારા નથી. જાણકારી મળી કે તેમણે પાણીની નીચે ઉપસ્થિત કોઈ રહસ્યમય શહેરની શોધ નહીં, પરંતુ આ ખંડેર પ્રાકૃતિક રૂપે 5000 વર્ષ અગાઉ બનેલા કોન્ક્રિટ છે. જે અહી ઉપસ્થિત ખનિજ અને અન્ય વસ્તુઓ દુર્લભ ભૂવૈજ્ઞાનિક ઘટનાઓના કારણે બની હતી. શોધના પરિણામ સામે આવ્યા છતા દ્વીપ પર રહેનારા સ્થાનિક લોકો આ વાતને માની રહ્યા નથી કે ખંડેર પ્રાકૃતિક રૂપે બન્યા છે. તેમનું કહેવું છે કે જૂન દસ્તાવેજોથી ખબર પડે છે કે એક સમયે એલિકાનસની ખાડીમાં કઈક સ્થિત હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp