પાકિસ્તાનમાં નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે ઇતિહાસ રચી દીધો

PC: tribuneindia.com

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પહેલા મુખ્યમંત્રી બનીને નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે ઇતિહાસ રચી દીધો છે. મરિયમ નવાઝ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝની ઉપાધ્યક્ષ છે અને 3 વખત પાકિસ્તાનના પ્રધાનમંત્રી રહી ચૂકેલા નવાઝ શરીફની દીકરી છે.

મરિયમ નવાઝના લગ્ન પાકિસ્તાની સેનાના કેપ્ટન સફદર અવાન સાથે થયેલા છે અને તમને 3 સંતાનો છે. ચૂંટણી વખતે જાહેર કરેલા નોટિફિકેશનમાં મરિયમની નેટવર્ષ 84 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે અને તેની પાસે 1 કરોડ કેશ હોવાનું કહેવામાં આવ્યું છે.

મરિયમનો જન્મ લાહોરમાં થયો હતો અને તેણીને ડોકટર બનવું હતું, પરંતુ કેટલાંક વિવાદોને કારણે એ શક્ય બન્યું નહોતું.

વર્ષ 2017માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મરિયમ નવાઝને સામાજિક કામ કરવા માટે અયોદ્ય ગણ્યા હતા અને કોર્ટે કહ્યું હતું કે મરિયમ મની લોન્ડરિંગ કેસમાં સામેલ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp