પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નેપાળનું મોટું એલાન, પ્રજા 22મી તારીખે આ કામ ન કરે

PC: ddnews.gov.in

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મંદિરના પ્રાંગણને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ રામલલ્લા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવશે. વિશ્વનો દરેક હિંદુ આ દિવ્ય ક્ષણોનો સાક્ષી બનવા માંગે છે. પાડોશી હિંદુ દેશ નેપાળમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ભારે ઉત્સાહ છે. આ દરમિયાન નેપાળ સરકારે 22 જાન્યુઆરીએ પોતાના નાગરિકોને ભૂલથી પણ આ કામ ન કરવા કડક સૂચના આપી છે.અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઇને નેપાળમાં ભારે ઉત્સાહ છે,નેપાળથી અયોધ્યા મંદિર માટે અનેક ભેટો, મિઠાઇ, મૂલ્યવાન વસ્તુઓ મોકલવામાં આવી છે. નેપાળનું જનકપુર સીતા માતાનું જન્મ સ્થળ છે.

નેપાળના જનકપુરથી 500 થી વધુ શણગારેલી ભેટની ટોપલીઓ અયોધ્યા મોકલવામાં આવી છે. દરમિયાન, નેપાળે તેના દેશના નાગરિકોને 22 જાન્યુઆરીએ વિશેષ પૂજા કરવાની કડક સૂચના આપી છે અને તે દિવસે દારૂ અને માંસાહારી ખોરાકના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનું પણ આહવાન કર્યું છે.પૂજા માટે કડક સૂચના આપવામાં આવી છે અને તે દિવસે દારૂ અને માંસાહારી ખોરાકના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જનકપુર સબ મેટ્રોપોલિટન સિટીએ તમામ રહેવાસીઓને 22 જાન્યુઆરીએ દરેક ઘર અને રામ જાનકી મંદિરમાં દીવા પ્રગટાવીને પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભાગ લેવા આહવાન કર્યું છે. તેવી જ રીતે, બીરગંજ મેટ્રોપોલિટન સિટીએ 22 જાન્યુઆરીએ માંસાહારી ખોરાક અને દારૂના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. તે જ દિવસે શહેરના ખડિયારવા પોખરી ખાતે એક કાર્યક્રમ યોજાશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય દ્વારા મોકલવામાં આવેલા પત્ર મુજબ નેપાળના પૂજારી, આચાર્ય દુર્ગા પ્રસાદ ગૌતમ 22 જાન્યુઆરીએ વિશેષ ધાર્મિક સમારોહનું નેતૃત્વ કરશે.

આ વચ્ચે નેપાળના જનકપુરમાં રામ જાનકી મંદિરના મુખ્ય પુજારી મહંત રામ તપેશ્વર દાસને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. મહંત રામ તપેશ્વર દાસ અને તેમના ઉત્તરાધિકારી મહંત રામ રોશન દાસ , જેઓ અયોધ્યાના કાર્યક્રમમાં હાજર રહશે તેમને વિશેષ સ્થાન આપવામાં આવશે.કારણકે તેઓ સીતાના જન્મસ્થાનથી આવે છે. વિશ્વ હિંદુ પરિષદ નેપાળ ચેપ્ટરના કહેવા મુજબ કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરના મુખ્ય પુજારી રાવલ ગણેશ ભટ્ટને પણ અયોધ્યા આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp