ચીનમાં મળ્યો નવો ઘાતક વાયરસ G4, ફેલાઈ શકે છે મહામારી

PC: cloudfront.net

શોધકર્તાઓને ચીનમાં એક નવો સ્વાઈન ફ્લૂ મળ્યો છે. જે આ સમય કોરોના વાયરસમાં મુસીબતને વધારી શકે છે. આ સ્ટડી અમેરિકી સાયન્સ જર્નલ PNASમાં પ્રકાશિત થઈ છે. શોધમાં સામે આવેલી નવી સ્વાઈન ફ્લૂ બીમારી 2009માં આખી દુનિયામાં ફેલાયેલા H1N1 સ્વાઈન ફ્લૂની જ આનુવંશિક વંશજ છે. એટલે કે જિનેટિકલ ડિસ્ટન્ડેટ. પરંતુ આ બીમારી વધુ ખતરનાક છે. ચીનની ઘણી યુનિવર્સિટીઝ અને ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, નવો સ્વાઈન ફ્લૂ એટલો તાકતવર છે કે, તે માણસોને વધુ બીમાર કરી શકે છે. નવું સ્વાઈન ફ્લૂ સંક્રમણ જો કોરોના મહામારી દરમિયાન ફેલાઈ જાય તો ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થઈ જશે.

નવા સ્વાઈન ફ્લૂનું નામ છે G4. ચીનના વૈજ્ઞાનિકોએ તેને શોધવા માટે વર્ષ 2011થી 2018 સુધી રિસર્ચ કર્યું છે. આ દરમિયાન આ વૈજ્ઞાનિકોએ ચીનના 10 રાજ્યોમાંથી 30 હજાર ડુક્કરોના નાકના સ્વૈબ લીધા. આ સ્વૈબની તપાસ કરવામાં આવી. સ્વૈબ પરથી જાણવા મળ્યું કે, ચીનમાં 179 પ્રકરાના સ્વાઈન ફ્લૂ છે. આ તમામમાંથી G4ને અલગ કરવામાં આવ્યો. મોટાભાગના ડુક્કરોમાં G4 સ્વાઈન ફ્લૂ મળ્યો છે. જે વર્ષ 2016 બાદથી ડુક્કરોમાં વિકસી રહ્યો છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ G4 પર અધ્યયન કરવાનું શરૂ કર્યું, પછી એવો ખુલાસો થયો જેને કારણે તેમના હોંશ ઉડી ગયા.

અધ્યયનમાં જાણવા મળ્યું કે, નવો સ્વાઈન ફ્લૂ G4 માણસોને ઝડપથી અને ગંભીરતાથી સંક્રમિત કરી શકે છે. G4 વધુ તીવ્રતાની સાથે સંક્રમણ ફેલાવે છે. એટલે કે ખૂબ જ ઝડપથી તે માણસોની વચ્ચે મહામારીનું રૂપ લઈ શકે છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, સિઝનલ ફ્લૂ થવાથી કોઈ વ્યક્તિને G4 સ્વાઈન ફ્લૂથી ઈમ્યૂનિટી નહીં મળશે. સામાન્ય ફ્લૂની પ્રતિરોધક ક્ષમતા હોવા છતા G4 કોઈને પણ ભયાનકરીતે બીમાર કરી શકે છે.

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, ચીનમાં ડુક્કરોના ફાર્મમાં કામ કરતા દર દસ લોકોમાંથી એકમાં G4નું સંક્રમણ મળ્યું છે. આ વૈજ્ઞાનિકોએ આ લોકોના એન્ટિબોડી ટેસ્ટ કર્યા હતા, ત્યારબાદ G4ના સંક્રમણની પુષ્ટિ થઈ છે. 230 લોકો પર આ વાયરસનો ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાંથી આશરે 4.4 ટકા લોકોને G4નું સંક્રમણ હતું. આ વાયરસ ડુક્કરોમાંથી માણસોમાં પહોંચી ગયો છે. પરંતુ, હજુ સુધી એ અંગે કોઈ પુરાવા નથી મળ્યા કે તે માણસોમાંથી માણસોમાં પહોંચી રહ્યો છે કે નહીં. વૈજ્ઞાનિક તેના પર હાલ અધ્યયન કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp