ચીનના ગ્લેશિયરમાં મળ્યા 28 નવા વાયરસ, 15 હજાર વર્ષથી બરફમાં જેનેટિક કોડ છૂપાયેલો

PC: content.presspage.com

ચીનમાં વૈજ્ઞાનિકોને એક ગ્લેશિયરમાં 33 વાયરસના જેનેટિક કોડ મળ્યા છે. જેમાંથી ઓછામાં ઓછા 28 વાયરસ પહેલા ક્યારેય જોવા મળ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ લગભગ 15000 વર્ષ જૂના છે અને બરફમાં રહેવાના કારણે આજ દિન સુધી બચ્યા છે. આ વાયરસના જેનેટિક કોડ મળવાથી વૈજ્ઞાનિકોને આશા છે કે આવા જ વાયરસની બીજા પર્યાવરણમાં પણ શોધ કરી શકાય છે.

આગળ ચાલીને મંગળ જેવા ગ્રહો પર જીવનની શોધમાં મદદ મળી શકે છે. આ રિસર્ચના સહ લેખક અને ઓહાયોના માઈક્રોબાયોમ સેન્ટરના ડિરેક્ટર મેથ્યૂ સલિવને જણાવ્યું કે આ વાયરસ ખૂબ જ કઠિન પર્યાવરણમાં પણ પનપતા રહ્યા. આમાં એવા જીન હોઇ શકે છે જે આવું કરવામાં મદદ કરે છે. 

રિસર્ચર ઝોન્ગનું કહેવું છે કે ગુલિયા આઇસ કેપથી 2015માં બે સેમ્પલ લીધા હતા. આ ભાગ સમુદ્રના જળસ્તરથી 22 હાજર ફૂટ ઉપર હતો. દર વર્ષે અહીં બરફનો નવો પડ જામે છે. આ સપાટીઓની મદદથી વૈજ્ઞાનિકોને પર્યાવરણ, સૂક્ષ્મ જીવો અને જળવાયુ વિશે સમજવામાં મદદ મળી. આ વાયરસ ખરાબ સ્થિતિમાં પણ સર્વાઇવ કરી શકે છે. હાલમાં વેસ્ટ ચાઇનાના ગ્લેશિયરર્સની સંપૂર્ણ સ્ટડી કરવામાં આવી નથી.

આ જીન્સને શોધવા મુશ્કેલ હોય છે, કારણ કે બરફમાંથી કાઢવાથી લઇ સ્ટડી કરવા સુધી ઘણાં સાવચેતીઓ રાખવી પડે છે. ચીનમાં તિબેટના પઠારી વિસ્તારથી ગૂલિયા આઇસ કેમ્પ પર આઇસ કોરથી લઇ તેનું અવલોકન કરવામાં આવ્યું હતું. આની મદદથી રિસર્ચર ક્લાઇમેટ ચેન્જ થી લઇ સૂક્ષ્મ જીવોના પુરાવા શોધે છે.

સ્ટડીના લીડ રિસર્ચર ઝી-પિંગ ઝોન્ગે કહ્યું કે આ ગ્લેશિયર ધીમે ધીમે બન્યા હતા અને અહીં ધૂળ, ગેસ અને વાયરસ પણ જમા થઇ ગયા છે. આ એવા વાયરસ સાથે મેળ ખાય છે જે બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે છે અને માટી કે છોડવામાંથી નીકળે છે. જે રીતનો ઉપયોગ કરી અહીં વાયરસને શોધવામાં આવ્યા છે, એવી જ ટેક્નિક મંગળ ગ્રહ જેવી જગ્યા પર જીવનની શોધમાં મદદ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp