શું વેક્સીનથી હાર્ટ ઍટેક આવવા કે સ્ટ્રોકનું જોખમ વધ્યું? સ્ટડીમાં મળ્યા જવાબ

PC: ukri.org

કોરોના રોધી વેક્સીનથી લોકોમાં ગંભીર બીમારીઓનું કોઇ જોખમ હોવાનું જાણવા મળ્યું નથી. એક નવી સ્ટડીમાં આ જાણકારી સામે આવી છે. સ્ટડી મુજબ, કોરોના વાયરસ વેક્સીનથી હાર્ટ એટેક આવવા, સ્ટ્રોક, માયોકાર્ડિટિસ (હૃદયની માંસપેશીઓમાં સોજાની સમસ્યા), પેરિકાર્ડિટિસ અને ડીપ વેન થ્રોમ્બોસિસ જેવી બીમારીઓનું જોખમ વધ્યું નથી. એવામાં આ પ્રકારની અફવા પર ધ્યાન આપવાની જરૂરિયત નથી. પેરિકાર્ડિટિસ પેરિકાર્ડિયમમાં થનારો સોજો છે.

આપણાં હૃદયના બાહ્ય ભાગમાં 2 પરતોવાળા એક દ્રવ્યથી ભરેલી થેલી સ્થિત હોય છે, જેને પેરિકાર્ડિયમ કહેવાય છે. તેનું મુખ્ય કાર્ય આપણાં હૃદયને આરામ આપવાનું, સંક્રમણથી દૂર રાખવાનું હોય છે. જો આ પરતોમાં સોજો આવે છે તો તેના કારણે છાતીમાં દુઃખાવો થઇ શકે છે. ડીપ વેન થ્રોમ્બોસિસ એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાં ક્યાંક કોઇ એક નસની અંદર લોહીનો થર બની જાય છે. ‘જર્નલ વેક્સીન્સ’માં પ્રકાશિત સ્ટડીમાં જાન્યુઆરી 2021 થી જુલાઇ 2022 સુધી 18 મહિનાઓ માટે ઇટાલીના પેસ્કારા પ્રાંતની આખી વસ્તીની દેખરેખ રાખવામાં આવી.

ઇટાલીમાં બોલોગ્ના યુનિવર્સિટીના સંશોધનકર્તાઓના નેતૃત્વમાં ટીમે રહેવાસીઓના સ્વાસ્થ્ય આંકડા એકત્ર કર્યા અને હૃદય રોગ, પલ્મોનરી એલ્બોલિઝ્મ અને થ્રોમ્બોસિસ જેવી ગંભીર બીમારીઓનું વિશ્લેષણ કર્યું હતું. પાલ્મોનરીઓ એમ્બોલિઝ્મ ફેફસામાં એક લોહીનો થર હોય છે અને એ સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે શરીરના કોઇ અન્ય હિસ્સામાં એક થર હોય છે અને એ સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે શરીરના કોઇ અન્ય હિસ્સામાં એક થર જેવો હાથ કે પગ, રક્તપ્રવાહથી થઇને ફેફસાની રક્ત વાહિકાઓમાં જમા થઇ જાય છે.

બોલોગ્ના યુનિવર્સિટીમાં પ્રોફેસર લેંબર્ટો મંજોલીએ કહ્યું કે, સ્ટડીના પરિણામોથી સ્પષ્ટ છે કે વેક્સીન લગાવનારા ગંભીર બીમારીઓનું કોઇ જોખમ નહોતું. વિશ્લેષણથી એ વાતની પણ પુષ્ટિ થઇ કે કોરોના વાયરસથી સંક્રમિત થનાર જે લોકોએ વેક્સીન લગાવી હતી, તેઓ એ લોકોની તુલનામાં વધુ સુરક્ષિત હતા, જેમણે વેક્સીન લીધી નહોતી.

જો કે, રાજીવ ગાંધી હૉસ્પિટલના કાર્ડિયો સર્જન અને સીનિયર કન્સલટેન્ટ ડૉક્ટર અજીત જૈન કહે છે કે કોરોના મહામારી બાદ સતત હૃદય સાથે જોડાયેલી બીમારીઓ થવાથી મોટોમાં વધારો જોવા મળ્યો છે. હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓના કેટલાક મુખ્ય કારણોની જો વાત કરીએ તો તેમાં ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સૌથી મુખ્ય છે. દેશમાં સુગરની બીમારી એક એપેડેમિક જેવી છે, જેનાથી હાર્ટ એટેક થવાના ચાંસ વધી જાય છે. એ સિવાય યુવાનોમાં સ્ટ્રેસની વધુ માત્રા પણ હૃદય સાથે જોડાયેલી બીમારીઓને નોતરું આપે છે. એ સિવાય તમારી લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી ટેવો જેમ કે સ્મોકિંગ વેગેરેથી હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. તો કોલેસ્ટ્રોલ લેવલ અને ફૂડિંગ હેબિટનો પણ હાર્ટ એટેક સાથે ગઢ સંબંધ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp