આ દેશમાં ટાઈટ પેન્ટ અને મોડર્ન હેરકટ પર કરવા પર પ્રતિબંધ

PC: bechuzi.com

ઉત્તર કોરિયામાં ફરી એક વખત અજીબોગરીબ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ દેશમાં ટાઇટ પેન્ટ પહેરવા અને આધુનિક હેરકટ કરાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કીમ જોંગ ઉનના શાસનવાળા ઉત્તર કોરિયાનું માનવું છે કે વિદેશી પોપ કલ્ચરનો પ્રભાવ પડી રહ્યો છે. આ કારણે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. તો ગયા મહિને તો લોકોના મોબાઇલની અચાનક તપાસ પણ કરવામાં આવી હતી. સોશિયાલિસ્ટ પેટ્રિયોટિક યૂથ લીગે એક અભિયાનની શરૂઆત કરી છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયામાં રહેનારા લોકો માટે કપડાં પહેરવાની રીત અને વાળ સામાજિક જીવન માટે મહત્ત્વપૂર્ણ તત્વ છે. તેનું પાલન કરવું પડશે. ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં લોકોના મોબાઇલની તપાસ થઈ. જેમાં ઉત્તર કોરિયા ઓથોરિટી સાથે જોડાયેલા લોકોએ મોબાઈલ ફોનની હિસ્ટ્રી, મેસેજની તપાસ કરી. એ પણ જોવામાં આવ્યું કે શું લોકોના મોબાઇલમાં પ્રતિબંધિત મ્યૂઝિક વીડિયો ફાઇલ્સ તો નથી. ડેઇલી એન.કે.ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલના મધ્યમાં એવી શરૂઆત થઈ હતી.

પ્યોંગયાંગ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા એક વિદ્યાર્થીને તપાસ દરમિયાન રોકવામાં આવ્યો. તેનો ફોન તેની પાસેથી લઈને 30 મિનિટ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેના મોબાઇલમાં ત્યારે દક્ષિણ કોરિયાનું સોંગ મળ્યું હતું. ત્યારબાદ તેના પર યુનિવર્સિટી આવવા પર પ્રતિબંધ લગાવી દીધો, તો તેને રોજ પોતાની નિંદા કરનારો પત્ર લખવાનો દબાવ નાખવામાં આવ્યો. હવે આ વિદ્યાર્થીનો કેસ કોર્ટને સોંપી દેવામાં આવ્યો છે જેના પર તપાસ ચાલી રાય છે.

મિરરના રિપોર્ટ મુજબ એક વીડિયો પણ સામે આવ્યો, જેમાં 20-30 વર્ષીય મહિલાને ટાઈટ લેગિંગ્સ અને વાળ ડાઇ કર્યા હતા. આ ફૂટેજમાં બેકગ્રાઉન્ડમાં કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ અભદ્ર કપડાં પહેર્યા હતા અને તે પૂંજીવાદી ગુનેગાર છે. તો વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર કોરિયાના ફેશન સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કસ્ટડીમાં લેવામાં આવશે, મારવામાં આવશે અને જેલ પણ મોકલવામાં આવશે. તો આ લોકોને પત્ર લખીને માફી માંગવી પડશે અને એમ પણ કહેવું પડશે કે તેઓ આગામી સમયમાં એવી ભૂલ નહીં કરે.

ઉત્તર કોરિયામાં ટાઇટ પેન્ટ, વાળોમાં ડાઇ અને ફેશિયલ પિયર્સિંગ પ્રતિબંધ છે. ગયા મહિને હમગ્યોંગ પ્રોવિંસમાં લોકોને ઉત્તર કોરિયાની ફેશન ફૉલો કરવાની ચેતવણી આપવામાં આવી હતી. એક રિપોર્ટ મુજબ સોશિયાલિસ્ટ પેટ્રિયોટિક યૂથ લીગના સભ્ય દરેક શહેરમાં નિરીક્ષણ કરશે અને જોશે કે નિયમોનું પાલન કરવું પડશે કે નહીં. ત્યારબાદ જ ઘણા યુવક અને યુવતીઓને રોકવામાં આવી રહ્યા છે અને તેમની માર્ગ પર તપાસ થઈ રહી છે. તેમના કપડાં જોવામાં આવી રહ્યા છે તો તેમને એમ પણ પૂછવામાં આવી રહ્યું છે કે તેઓ કયા મ્યૂઝિક સાંભળી અને વીડિયો જોઈ રહ્યા છે.

આ વર્ષની શરૂઆતમાં ઉત્તર કોરિયાના શાસક કીમ જોંગ ઉન પોપ કલ્ચરના વધતા પ્રચાલનથી નારાજ હોવાનું કહેવામાં આવ્યું હતું. અહીં સુધી કે વિદેશી કપડાંઓ પર નિરાશા વ્યક્તિ કરી હતી. જોકે કીમ જોંગ પોતે સપોર્ટિંગ લેધર જેકેટ પહેરે છે. આ અગાઉ નોર્થ કોરિયામાં ગયા વર્ષે 11 દિવસ સુધી હસવા, શોપિંગ કરવા અને દારૂ પીવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કીમ જોંગે આ પ્રતિબંધ તેમના પિતાના નિધનની 10મી પુણ્યતિથિ પર લગાવ્યો હતો. તો ઉત્તર કોરિયામાં બ્લેક કૉટ પહેરવા પર પણ ગયા વર્ષે પ્રતિબંધ લગાવી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp