G20માં ન બોલાવવા પર યુક્રેનનું અખબાર ભારતથી નારાજ, કહ્યું- ઓઈલ લઈને...

PC: twitter.com

રશિયા-યુક્રેન યુદ્ધન કારણે વૈશ્વિક હાલતમાં ભારત G20 શિખર સંમેલનની મેજબાની કરી રહ્યું છે. આ બેઠકમાં G20ના સભ્ય દેશો સિવાય ભારતે 9 અન્ય દેશોને વિશેષ નિમંત્રણ પર ભારત બોલાવ્યા છે, જેમાં બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નાઈજીરિયા, મિસ્ત્ર, મોરીશસ, ઓમાન, સિંગાપુર, સ્પેન અને સંયુક્ત અરબ સામેલ છે, પરંતુ ભારતે યુક્રેનને ન બોલાવ્યું, જેને લઈને યુક્રેનની મીડિયામાં ભારત પર સવાલ ઉઠી રહ્યા છે. ગયા વર્ષે ઇન્ડોનેશિયાએ પોતાની મેજબાનીમાં આયોજિત G20 શિખર સંમેલનમાં યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને બોલાવ્યા હતા, પરંતુ ભારતે એમ ન કર્યું.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગયા મહિને જ કહી દીધું હતું કે, શિખર સંમેલનમાં યુક્રેનને આમંત્રિત કરવામાં આવ્યા નથી કેમ કે G20 આર્થિક મુદ્દાઓનું મંચ છે, સંઘર્ષ સમાધાનનું મંચ નથી, તેના માટે UNSC છે. હવે જ્યારે ભારત, રાજધાની દિલ્હીમાં G20 શિખર સંમેલનની મેજબની કરી રહ્યું છે, યુક્રેનના એક પ્રમુખ અખબાર કીવ પોસ્ટમાં છપાયેલા એક ઓપિનિયન લેખમાં કહેવામાં આવ્યું છે કે બેઠકમાં યુક્રેનને ન બોલાવવું રશિયાનું તુષ્ટિકરણ છે.

કીવ પોસ્ટમાં લખ્યું છે કે, ભારતે યુક્રેનના લોકોને માનવીય સહાયતા આપી છે. તે કહે છે કે સંયક્ત ચાર્ટરનું પાલન થવું જોઈએ, વિવાદોનું રાજનાયિક સમાધાન હોવું જોઈએ અને તેના માધ્યમથી તે યુક્રેન સંકટને મેનેજ કરતું આવ્યું છે. દરેકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નારો યાદ છે કે આ યુદ્ધનો યુગ નથી, જે તેમણે વર્ષ 2022માં સમરકંદના SCOની બેઠકમાં આવ્યો હતો, પરંતુ ભારતે રશિયા પર પ્રતિબંધ લગાવવામાં પશ્ચિમનો સાથ આપ્યો નથી. તેની વિરુદ્ધ ભારત રશિયા પાસે કાચું તેલ ખરીદી રહ્યું છે અને તેણે સાર્વજનિક રૂપે ક્યારેય રશિયાના આક્રમણની નિંદા કરી નથી.

અખબારે સંઘર્ષનો ઉલ્લેખ કરતા જાહેર કરવામાં આવેલા નિવેદનોમાં પણ ભારતે નિંદા કરવાનું તો દૂર રશિયાનું નામ પણ લીધું નથી. ઉપરાંત ભારત રસ્તુ રશિયન તેલ ખરીદી રહ્યું છે. પછી તેને રિફાઇન કરીને પશ્ચિમી દેશો અને અહી સુધી કે યુક્રેનને પણ વેંચી રહ્યું છે. ભારત G20ની બેઠકોમાં યુક્રેન મુદ્દા પર ચર્ચાથી એમ કહીને બચવાનો પ્રયાસ કરતું રહ્યું છે કે, G20 સંઘર્ષ સમાધાનનું મંચ નથી. તેના જવાબમાં લખવામાં આવ્યું કે, વૈશ્વિક રાજનીતિ અને અર્થશાસ્ત્રને અલગ-અલગ કરીને નહીં જોઈ શકાય.

ભારત G20 શિખર સંમેલનની મેજબની કરી રહ્યું છે એટલે તેના ઉપર ઇન્ટરનેશનલ જવાબદારીઓ છે અને આ સમયે દુનિયા સામે સૌથી મોટો મુદ્દો યુક્રેનનો છે. યુક્રેનને G20માં ન બોલવવાને લઈને વિદેશ મંત્રીના તર્ક (જેમાં કહેવામાં આવ્યું હતું કે યુક્રેન સમસ્યા માટે G20 નહીં, પરંતુ UNSCમાં ચર્ચા થવી જોઈએ) પર યુક્રેની અખબારે સવાલ ઉઠાવ્યો છે કે યુક્રેનને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જેટલા પણ પ્રસ્તાવ ઉપસ્થિત થયા, રશિયા અને ચીને તેના પર વિટો કરીને તેની પાસે થતા રોકી દીધા છે.

એવામાં UNSC કેવી રીતે યુક્રેનની મદદ કરી શકે છે. કીવ પોસ્ટમાં લખ્યું કે, યુદ્ધની શરૂઆત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી વખત રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી છે. G7 હિરોશિમાં શિખર સંમેલનથી વિરુદ્ધ એક બેઠક દરમિયાન મોદીએ ઝેલેન્સ્કીને આશ્વાસન આપ્યું હતું કે ભારત જેટલું સંભવ હશે, યુક્રેનની મદદ કરશે. એવામાં G20 શિખર સંમેલન ભારતની અસલી પરીક્ષા છે કે ભારત યુક્રેનની મદદ માટે શું કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp