પૈસા વિના આ દેશ પાસે તેલ ખરીદવાની તૈયારીમાં છે ભારત, જાણો શું છે આ ડીલ

PC: businesstoday.in

ભારતની પ્રમુખ તેલ કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) વિદેશ લિમિટેડ દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલા પાસેથી પોતાના લાભાંશ તેલ ખરીદવાની વાતચીત ચાલી રહી છે. રિપોર્ટ મુજબ, ONGCના લગભગ 600 મિલિયન ડોલરનો લાભાંશ વેનેઝુએલામાં ફસાયેલો છે. આ અંગેની જાણકારી રાખનારા બે લોકોએ જણાવ્યું કે, ONGC પોતાના ફસાયેલા લાભાંશના બદલે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદીની વાતચીત કરી રહી છે.

ONGC અને વેનેઝુએલા વચ્ચે તેલ ખરિદવાને લઈને વાતચીત ત્યારે સંભવ થઈ શકી, જ્યારે ઓક્ટોબર 2023માં વેનેઝુએલા સરકાર અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે થયેલી સમજૂતી બાદ અમેરિકાએ વેનેઝુએલાના તેલ અને ગેસ પર લાગેલા પ્રતિબંધોને સમાપ્ત કરી દીધા હતા. વર્ષ 2019થી જ વેનેઝુએલાના તેલ અને ગેસ પર પ્રતિબંધ લાગેલો હતો. પ્રતિબંધ લાગવા અગાઉ વેનેઝુએલા ભારતનો પાંચમો સૌથી મોટો સપ્લાયર હતો.

વેનેઝુએલા પાસેથી તેલ ડીલ ભારત માટે એટલે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે ભારત દુનિયાનો સૌથી મોટો તેલ ખરીદદાર છે. ભારત શરૂઆતથી જ કહે છે કે તેને જ્યાંથી સસ્તું તેલ મળશે, ત્યાંથી ખરીદશે. એવામાં જો વેનેઝુએલા પાસે લાભાંશના બદલે તેલ મળે છે તો ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પણ વધશે. વેનેઝુએલાના પેટ્રોલિયોસ ડી વેનેઝુએલા એસ.એ. સેન ક્રિસ્ટોબલ પરિયોજનામાં ભારતનું પણ રોકાણ છે. ONGC વિદેશ લિમિટેડના પ્રવક્તાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે સેન ક્રિસ્ટોબલ પરિયોજના પર કંપનોનો લગભગ 600 મિલિયન ડોલરનો લાભાંશ બાકી છે.

તેમણે કહ્યું કે, અમેરિકન પ્રતિબંધોમાં છૂટ બાદ કંપની લાભાંશના બદલે તેલ ખરીદવાને લઈને વાતચીત કરી રહી છે. એક રિપોર્ટ મુજબ ONGC વિદેશ લિમિટેડે વર્ષ 2008માં સેન ક્રિસ્ટોબલ પરિયોજનામાં 40 ટકાનું અધિગ્રહણ કર્યું હતું. આ પરિયોજનાનો ઘોષિત લાભાંશ 400 મિલિયન ડોલર છે. તો અઘોષિત લાભાંશ પણ લગભગ 200 મિલિયન ડોલર છે. વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેજેએ આ કંપનીની કમાણીથી દેશમાં લોક લોભમણા ખર્ચ કર્યા. ત્યારબાદ જ ભારતની લાભાંશ ચૂકવણી કરવામાં આવી નથી.

ભારત પેટ્રોલિયમ એન્ડ પ્રાકૃતિક ગેસ મંત્રાલય અને વિદેશ મંત્રાલય તરફથી તેના પર કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. જો કે, આ અંગે જાણકારી રાખનારા લોકોએ જણાવ્યું કે, વેનેઝુએલામાં ફસાયેલા લાભાંશના બદલે અમે તેલ કાર્ગો ખરીદવનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ વેનેઝુએલના તેલ અને ગેસ પર લાગેલા પ્રતિબંધોને હાલમાં 6 મહિના માટે હટાવવામાં આવ્યા છે. એ સિવાય વેનેઝુએલા પાસે તેજીથી ઉત્પાદન વધારવાની પણ ક્ષમતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp