આ સેલિબ્રિટીએ 1 મિલિયન ડૉલર લઈ કમલા હેરિસનો પ્રચાર કર્યો હતો',અન્યના પણ દાવા

PC: sikar24.com

અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરિસના પ્રચાર માટે એક અબજ ડૉલરનો ખર્ચ કર્યો હતો. હોલિવૂડની ઘણી પ્રખ્યાત હસ્તીઓ, પોપ સ્ટાર્સ અને અન્ય ઘણી હસ્તીઓ હેરિસ માટે પ્રચાર કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. પરંતુ એવા સમયે, જ્યારે હેરિસ ટ્રમ્પ સામે આ ચૂંટણી હારી ગયા છે. હેરિસે ઓપ્રા વિન્ફ્રેને પ્રચાર માટે એક મિલિયન ડૉલર ચૂકવ્યા હોવાના અહેવાલ છે. માત્ર વિન્ફ્રે જ નહીં પરંતુ આવા અનેક સેલેબ્સને લાખો ડૉલર ચૂકવવામાં આવ્યા હતા.

વોશિંગ્ટન એક્ઝામિનરના અહેવાલ મુજબ, કમલા હેરિસની પ્રચાર સમિતિએ 15 ઓક્ટોબરે વિન્ફ્રેની કંપનીને 10 લાખ ડૉલર ચૂકવ્યા હતા. વિન્ફ્રેએ સપ્ટેમ્બરમાં હેરિસ માટે એક ભવ્ય ટાઉન હોલનું આયોજન કર્યું, જેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

રાષ્ટ્રપતિની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ફિલાડેલ્ફિયામાં કમલા હેરિસની છેલ્લી રેલીમાં વિનફ્રે પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે હેરિસ માટે જોરદાર રીતે વોટ માંગ્યા હતા. વિન્ફ્રેએ કહ્યું હતું કે, આપણે હેરિસને નહીં પરંતુ તેમના મૂલ્યોને મત આપી રહ્યા છીએ. આપણે નફરત અને પ્રેમને મત આપીશું.

પરંતુ વિન્ફ્રે એકમાત્ર એવા સેલિબ્રિટી ન હતા કે જેના પર કમલા હેરિસના અભિયાને લાખો ડૉલર ખર્ચ્યા હોય. હેરિસે 'કોલ હર ડેડી' પોડકાસ્ટ પર પણ ઘણા પૈસા ખર્ચ્યા હતા.

આ મામલાને લગતા એક સૂત્રએ જણાવ્યું કે, કમલા હેરિસની પ્રચાર સમિતિએ આ પોડકાસ્ટમાં હેરિસની હાજરી માટે સેટ પર લાખો ડૉલર ખર્ચ્યા હતા. ઇન્ટરવ્યુ ઓક્ટોબરમાં સાર્વજનિક બન્યો હતો અને કથિત રીતે વોશિંગ્ટનની એક હોટલના રૂમમાં શૂટ કરવામાં આવ્યો હતો.

એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, હેરિસની પ્રચાર સમિતિએ ચૂંટણીની પૂર્વસંધ્યાએ એકલા સ્વિંગ રાજ્યોમાં 20 મિલિયન ડૉલર ખર્ચ્યા હતા. સાત સ્વિંગ સ્ટેટ્સ છે, જેમાં ડેટ્રોઇટમાં પોપ સ્ટાર જોન બોન જોવી, લાસ વેગાસમાં ક્રિસ્ટીના એગ્યુલેરા, પિટ્સબર્ગમાં કેટી પેરી, ફિલાડેલ્ફિયામાં લેડી ગાગા અને એટલાન્ટામાં 2 ચેઝ જેવા એ સ્ટેજ પરફોર્મ કર્યું હતું.

ડેમોક્રેટિક પાર્ટીના આ ખુબ વધારે પડતા ખર્ચ પર રિપબ્લિકન પાર્ટીના રાજકીય વ્યૂહરચનાકાર બ્રાડ ટોડે કહ્યું કે, પૈસાથી ન તો પ્રેમ ખરીદી શકાય છે અને ન તો સારા ઉમેદવાર.

કમલા હેરિસની ડેમોક્રેટિક પાર્ટીએ ચૂંટણી માટે એક અબજ ડૉલરનું ભંડોળ એકત્ર કર્યું હતું. એક અબજ ડૉલરના દાન સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી ડેમોક્રેટિક પાર્ટી હવે કરોડો ડૉલરના દેવા હેઠળ ડૂબી ગઈ છે. પોલિટિકોના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ અને ટિમ વાલ્ઝના પ્રચાર માટે એક અબજ ડૉલર એકત્ર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે પાર્ટી પર બે કરોડ ડૉલરનું દેવું થઇ ગયું છે.

આ દરમિયાન ડેમોક્રેટિક પાર્ટીમાં પણ વિરોધના અવાજો ઉઠવા લાગ્યા છે. રિપોર્ટ અનુસાર, ઘણા નેતાઓએ ચૂંટણી ફંડના બેફામ ઉપયોગ પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 16 ઓક્ટોબર સુધીમાં હેરિસ પાસે 118 મિલિયન ડૉલરનું ભંડોળ બાકી હતું. એક ભૂતપૂર્વ ડેમોક્રેટે કહ્યું કે, અમે મૂર્ખ લોકોની જેમ પૈસા ખર્ચ્યા. અમારી પાસે કોઈ વ્યૂહરચના જ નહોતી.

અહીં તમને જણાવી દઈએ કે, કમલા હેરિસે ચૂંટણી પ્રચાર માટે લગભગ એક અબજ ડૉલરનું ફંડ એકઠું કર્યું હતું. પરંતુ હવે ડેમોક્રેટ પાર્ટી પર બે કરોડ ડૉલરનું દેવું થઈ ગયું છે.

ડેમોક્રેટિક પાર્ટીના દેવામાં ડૂબી જવાના સમાચાર પર ડોનાલ્ડ ટ્રમ્પે ટોણો માર્યો હતો અને કહ્યું હતું કે, મને આશ્ચર્ય થાય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટણી દાનની રેકોર્ડ રકમ એકત્ર કરનાર ડેમોક્રેટિક પાર્ટી પાસે હવે કંઈ બચ્યું નથી. તેની પરત આપવાની જવાબદારીઓ વધી ગઈ છે. વિક્રેતાઓ અને અન્ય લોકો તેમની પાસેથી બાકી રકમની માંગ કરી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં અમારાથી જે કંઈ શક્ય હશે તે અમે કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp