આપણા જ લોકો અમારું શોષણ કરે છે, કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓની વ્યથા જાણો

PC: BBC

કેનેડના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નેતા હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુક્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો વણસેલા છે. કેનેડામાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વસે છે અને તેમનું પ્રમાણ લગભગ 40 ટકા જેટલું છે. બંને દેશો વચ્ચે સંબંધોમાં ખટાશ આવવાને કારણે કેનેડામાં વસતા વિદ્યાર્થીઓમાં ચિંતા વધી છે અને તેમના પરિવારજનો પણ ટેન્શનમાં છે. તેઓ ઇચ્છે છે કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો જલ્દીથી સામાન્ય થઇ જાય.

જાણવા મળેલી વિગત મુજબ કેનેડાના બ્રેમ્પ્ટન, મિસિસૌગા, કિચનર અને ગ્રેટર ટોરોન્ટોમાં ભારતીયોની વસ્તી વધારે છે.કેનેડામાં ઇન્ટરનેશનનલ વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ 40 ટકા જેટલું છે. વિદ્યાર્થીઓ સરેરાશ 1થી 2 વર્ષના જુદા જુદા કોર્ષમાં કેનેડામાં પ્રવેશ લે છે.

BBCએ કેનેડાના બ્રેમ્પટન, મિસિસૌગા, કિચનર, ગ્રેટર ટોરોન્ટો અને કેમ્બ્રિજમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી તેઓ ગભરાયેલા અને ચિંતામાં હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેનેડામાં ર્સ્પધા વધી રહી છે અને તક ઘટી રહી છે, એવા સમયે રાજદ્વારી સંકટ તેમના માટે તણાવ લઇને આવ્યું છે.ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા પણ ડરી રહ્યા છે.

રિપોર્ટમાં એક મહિલાનું નામ બદલીને કહેવામાં આવ્યું છે. હરનિત કૌર નામની મહિલાએ કહ્યું કે,તેઓ એક ગ્લોબલ હોસ્પિટલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યા છે. વોટરલૂમાં આવેલી કોસ્ટોગા કોલેજમાં તેઓ ભણી રહ્યા છે. 25 વર્ષના હરનિત કૌરે કહ્યુ કે, જ્યારે હું ભારત હતી અને મારી જે અપેક્ષા હતી તેના કરતા અહીં વિપરીત પરિસ્થિતિ છે. અહીં સપ્લાય કરતા ડિમાન્ડ ઘણી ઓછી છે.કેનેડાની સરકારે દરેકને સારી તક પુરી પાડવા માટે ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતા વિઝાની સંખ્યા મર્યાદિત કરી દેવી જોઇએ.

શેરિડાન કોલેજના વિદ્યાર્થી મહેતાબ ગ્રેવાલનું કહેવું છે કે અહીં સ્થિતિ ઘણી જટીલ છે. જો ટ્રાવેલ કરવા પર રોકને કારણે સૌથી વધારે અસર પંજાબના ઇન્ડો કેનેડિયન લોકોને થાય છે, ડિપ્લોમેટનો કોઇ ફરક પડતો નથી.

ગ્રેવાલે કહ્યું કે મારે ડિસેમ્બરમાં લગ્ન પ્રસંગમાં ભારત જવાનું છે, ટિકીટો પણ બુક થઇ ગઇ છે, પરંતુ વિઝા મળશે કે નહીં તેની હવે ચિંતા ઉભી થઇ છે.

19 વર્ષના પર્મિશ સિંઘનું કહેવું છે, નવા વિદ્યાર્થીઓનો મકાન માલિકો લાભ ઉઠાવે છે પુરી સુવિધા પણ આપતા નથી. તો જય વર્મા નામના વિદ્યાર્થીનું કહેવું છે કે ભારતથી કેનેડા આવતાની સાથે મને કામ મળી ગયું, પરંતુ ભારત-કેનેડાના તણાવથી ચિંતા વધી છે.જય વર્માએ કહ્યું કે ઘણા વિદ્યાર્થીઓ પીઆરની રાહ જોઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp