3 વર્ષના માસૂમને થઈ અજીબોગરીબ બીમારી, ભોજન કરવાથી લાગે છે ડર, 17 મહિનાથી...

PC: nypost.com

દુનિયામાં ઘણી એવી ઘટનાઓ સામે આવે છે, જેમાં કોઈ વ્યક્તિને પાણીથી ડર લાગે છે, તો કોઈને અંધારાથી, તો કોઇને ઊંચાઇથી, પરંતુ શું ક્યારેય તમે કોઇ એવા ડર બાબતે સાંભળ્યું છે, જેમાં કોઈને ખાવાનાથી ડર લાગતો હોય કેમ કે આ એવી વસ્તુ છે જેના વિના કોઈનું જીવિત રહેવું સંભવ નથી, પરંતુ એક 3 વર્ષના બાળક સાથે એવું જ હકીકતમાં થઈ રહ્યું છે. તેને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને તેણે પોતાના મોઢાના માધ્યમથી કંઇ ખાધું નથી. તેને ભોજનનું ટ્યુબના માધ્યમથી આપવામાં આવી રહ્યું છે.

ઇંગ્લેન્ડનો રહેવાસી ઓલિવર ટેલર એ સમયે માત્ર 2 વર્ષનો હતો, જ્યારે તેને કુપોષણ અને ડિહાઇડ્રેશનની પરેશાની થવા લાગી. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, ઓલિવરને એવોઇડેન્ટ રેસ્ટ્રિક્ટિવ ફૂડ ઇન્ટેક ડિસઓર્ડર (ARFID) છે. જેમાં માણસને ભોજનથી ડર લાગવા લાગે છે કે ખાવાનાના સ્વાદ પ્રત્યે નકારાત્મક રીએક્શન આવે છે. ઓલિવરની માતા એમાનું કહેવું છે કે, હા આ એક ફૂડનો ડિસઓર્ડર છે, પરંતુ 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ તેનાથી પીડિત થઈ જાય છે.

ઓલિવવર માટે જે ઓટિસ્ટિક પણ છે, તે સંવેદનશીલ છે અને ડર ઉત્પન્ન કરે છે. તે ભોજનથી ખૂબ ડર લાગે છે. ઓલિવરના માતા-પિતા એમા અને મેટી ટેલરે પોતાના પુત્રની કહાની શેર કરી છે, જેથી લોકોમાં તેને લઈને જાગૃતિ ફેલાય. તે કહે છે કે ભોજન અને તરલ પદાર્થ ઓલિવરને પસંદ નથી. તે વર્ષ 2023ના મોટા ભાગનો સમય મશીનો પર નિર્ભર રહ્યો છે. તેને રાતભર 10 કલાક અને દિવસમાં 4 કલાક તેના માધ્યમથી ભોજન આપવામાં આવે.

તે અત્યારે પણ પોતાનું ખાવાનું એક ટ્યુબથી લે છે. એમાં કહે છે કે હા ટ્યુબ ફંડિંગની મદદથી લગભગ 12 મહિનામાં તેના શરીરનું એક તૃતીયાંશ વજન વધી ગયું છે, પરંતુ તમે તેના પર અને અમારા પરિવાર પર પડતા પ્રભાવની કલ્પના નહીં કરી શકે. તે અત્યારે પણ ખાવાને લઈને ખૂબ પરેશાન થઈ જાય છે અને અમે ફેમિલી ડિનર અને બર્થડે પાર્ટીઓ જેવા ઘણા આયોજનો કરી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp