PoK પર ભારતીય સેનાના નિવેદનથી ખળભળાટ, આવ્યું પાકિસ્તાની સેનાનું રિએક્શન

PC: twitter.com

ભારતીય સેનાના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર આપવામાં આવેલા નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આ નિવેદન પર હવે પાકિસ્તાની સેનાનું રિએક્શન સામે આવ્યું છે. પાકિસ્તાન સેનાની મીડિયા વિંગ ઈન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ ટ્વીટ કરીને કહ્યું છે કે, ભારતીય સેનાના વિચાર તેમના ઘરેલૂં રાજકારણને અનુરૂપ જ છે અને તથાકથિત લોન્ચ-પેડ અને આતંકવાદીઓના નિરાધાર આરોપ દ્વારા તેઓ અમારું ધ્યાન ભટકાવવા માંગે છે. પાકિસ્તાનનું કહેવુ છે કે, ભારત તરફથી આવા નિવેદન જમ્મૂ-કાશ્મીરમાં ચાલી રહેલા માનવાધિકાર હનન પરથી ધ્યાન હટાવવા માટે આપવામાં આવી રહ્યા છે.

ISPR તરફથી કરવામાં આવેલા એક પછી એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સેના તરફથી આઝાદ જમ્મૂ-કાશ્મીરને લઈને વ્યક્ત કરવામાં આવેલી ચિંતા પાયાવિહોણી છે. DG ISPRએ કહ્યું હતું કે, ભારતીય સેનાના ઓફિસરના બુલંદ દાવા અને વાસ્તવિક મહત્ત્વાકાંક્ષા બૌદ્ધિકરીતે અપમાનજનક છે. પાકિસ્તાની સેના એક તાકાત છે અને ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાની સમર્થક છે. શાંતિની આ ઈચ્છા અમારા ક્ષેત્ર વિરુદ્ધ કોઈપણ દુસ્સાહસ અથવા આક્રામકતાને નિષ્ફળ કરવાની અમારી ક્ષમતા અને તૈયારી સાથે મેચ થાય છે.

જણાવી દઈએ કે, ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, આતંકવાદી ક્યારેય પણ પોતાના ઈરાદાઓમાં સફળ નહીં થશે. PoK ના વિષય પર સંસદમાં પ્રસ્તાવ પાસ થઈ ચુક્યો છે. તેમા કંઈ પણ નવુ નથી. આ સંસદના પ્રસ્તાવનો હિસ્સો છે. ભારતીય સેના સરકારના દરેક આદેશ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે, સરકાર જ્યારે પણ આદેશ આપશે સેના પોતાની પૂરી તૈયારી સાથે PoKને પાછું લેવા આગળ વધશે.

તેમણે એવુ પણ કહ્યું કે, સેના એ સુનિશ્ચિત કરવા માટે હંમેશાં તૈયાર છે કે સીઝફાયર પર જે સમજૂતિ છે તેને ક્યારેય તોડી નહીં શકાશે કારણ કે, આ બંને દેશોના હિતમાં છે પરંતુ, જો તેને તોડવામાં આવશે તો પછી તેનો જડબાતોડ જવાબ મળશે. 27 ઓક્ટોબરે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, PoKમાં જે કાશ્મીરીઓ છે, તેમનું દુઃખ ભારત અનુભવી રહ્યું છે. કાશ્મીરમાં વિકાસ શરૂ થઈ ચુક્યો છે અને ભારતને હવે ગિલગિત બાલ્ટિસ્તાન સુધી પહોંચતા કોઈ નહીં રોકી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp