શાહબાઝ શરીફના રાજીનામા બાદ પાકિસ્તાનમાં આ નેતા બન્યો કેરટેકર વડાપ્રધાન

PC: outlookindia.com

પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી ભંગ થવા સાથે જ રાજનૈતિક ઉથલ-પાથલ મચી જવા પામી છે. આ દરમિયાન નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નિર્વર્તમાન નેતા રાજા રિયાજે કહ્યું કે, અનવર-ઉલ હક કાકરને પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાનના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે. નિર્વર્તમાન વડાપ્રધાન શાહબાજ શરીફ અને વિપક્ષના નેતા રાજા રિયાજે આ બાબતે બે વાર વિચાર-વિમર્શ કર્યા બાદ તેમનું નામ આપ્યું છે. બલૂચિસ્તાન આવામી પાર્ટી (BAP) સાથે જોડાયેલા સીનેટર અનવર-ઉલ હક કાકર આ વર્ષના અંતમાં નવી ચૂંટણી સુધી કાર્યવાહક સરકારનું નેતૃત્વ કરશે.

શાહબાજ શરીફે 9 ઑગસ્ટના રોજ નેશનલ એસેમ્બલીને ભંગ કરવાની ભલામણ કરી હતી. એવામાં સંવિધાન મુજબ આગામી ચૂંટણી 90 દિવસોમાં થશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ, શાહબાજ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં નિવર્તમાન વિપક્ષી નેતા રાજા રિયાજે અનવર-ઉલ હક કાકરને કાર્યવાહક વડાપ્રધાનના રૂપમાં નિમણૂક કરવા સંબંધમાં રાષ્ટ્રપતિ અલવીને સલાહ મોકલી છે. આ અગાઉ પ્રધાનમંત્રી આવાસ બહાર રિયાજે તેની પુષ્ટિ કરી હતી.

શાહબાજ શરીફે શુક્રવારે કહ્યું હતું કે, કેરટેકર વડાપ્રધાનનું નામ શનિવારે નક્કી થઈ જશે. રાષ્ટ્રપતિએ તેમને અને વિપક્ષી નેતા (રાજા રિયાજ)ને 12 ઑગસ્ટ સુધી કેરટેકર વડાપ્રધાન માટે નામ સૂચવવાનો પ્રસ્તાવ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અંતિમ નિર્ણય લેવા અગાઉ આ બાબતે ગઠબંધન સહયોગીઓને વિશ્વાસમાં લાવવામાં આવશે. શાહબાજ શરીફ અને વિપક્ષી નેતા રિયાજ બંનેને એક ચિઠ્ઠીમાં રાષ્ટ્રપતિ આરીફે સૂચિત કર્યા હતા કે અનુચ્છેદ 224(A) હેઠળ તેમણે નેશનલ એસેમ્બલીના ભંગ થવાના 3 દિવસની અંદર કાર્યવાહક વડાપ્રધાન માટે એક નામ પ્રસ્તાવિત કરવાનું છે.

તેમણે ચિઠ્ઠીમાં કહ્યું હતું કે, જેમ કે પાકિસ્તાનના સંવિધાનના અનુચ્છેદ 224(1A)માં પ્રાવધાન છે કે વડાપ્રધાન અને નિર્વર્તમાન નેશનલ એસેમ્બલીમાં વિપક્ષ નેતા 12 ઓગસ્ટ અગાઉ કાર્યવાહક વડાપ્રધાનની નિમણૂક માટે એક ઉપયુક્ત વ્યક્તિનો પ્રસ્તાવ કરી શકે છે. રાષ્ટ્રપતિની ચિઠ્ઠી પર પ્રતિક્રિયા આપતા શરીફે કહ્યું કે, તેઓ આ ચિઠ્ઠી મેળવીને નિરાશ છે.

શું કહે છે કે પાકિસ્તાનનું સંવિધાન?

શરીફે કહ્યું કે સંવિધાનમાં સંસદના નીચલા સદન નેશનલ એસેમ્બલી ભંગ થયા બાદ કાર્યવાહક વડાપ્રધાનની નિમણૂક માટે 8 દિવસનું પ્રાવધાન છે. સંવિધાન મુજબ નેશનલ એસેમ્બલીમાં વડાપ્રધાન અને નિર્વર્તમાન વિપક્ષી નેતા પાસે કાર્યવાહક વડાપ્રધાનનું નામ નક્કી કરવા માટે 3 દિવસનો સમય હોય છે. જો બંને કોઈ નામ પર સહમત થતા નથી તો મામલાને સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવશે.

જો સમિતિ કોઈ નિર્ણય લેવામાં નિષ્ફળ રહે છે તો પાકિસ્તાન ચૂંટણી પંચ પાસે આયોગ સાથે શેર કરવામાં આવેલા નામોની લિસ્ટમાંથી કોઈને કાર્યવાહક વડાપ્રધાન પસંદ કરવા માટે 2 દિવસનો સમય હશે. પાકિસ્તાનન વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે કહ્યું કે, અનવર-ઉલ હકનું કેરટેકર વડાપ્રધાન બનવાનું લગભગ નક્કી હતું. તે બલોચ આવામી પાર્ટીના નેતા છે. તેઓ લાંબા સમયથી રાજનીતિમાં છે. તેમનો પરિવાર પશ્તૂન ટ્રાઈબલ સાથે સંબંધ ધરાવે છે. તેઓ બલોચ અને પશ્તૂન બંને પર પકડ રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp