પાકિસ્તાને કરી એવી નાપાક હરકત કે NSA અજીત ડોભાલ મીટિંગ છોડીને નીકળી ગયા

PC: deccanchronicle.com

પાકિસ્તાન તરફથી બેકડ્રોપમાં ખોટો નકશો લગાવવાના કારણે NSA અજીત ડોભાલે SCOની NSA સ્તરની મીટિંગ છોડી દીધી. બેઠકની આગેવાની રશિયા કરી રહ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું કે, SCOની બેઠકમાં પાકિસ્તાનના NSAએ ખોટો નકશો દેખાડવાનો પ્રયત્ન કર્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ‘તે મેજબાન દ્વારા તેની વિરુદ્ધ આપવામાં આવેલા પરામર્શની ઘોર અવગણના અને બેઠકના નિયમોનું ઉલ્લંઘન હતું. મેજબાન સાથે વિચાર-વિમર્શ બાદ, ભારતીય પક્ષે આ અવસર પર વિરોધ સ્વરૂપે બેઠક છોડવાનો નિર્ણય લીધો હતો.’ એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘જેવી કે આશા કરવામાં આવી રહી હતી, એ જ રીતે પાકિસ્તાને એ બેઠકમાં ભ્રામક તસવીર રજૂ કરી હતી.’ તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાન સરકારે પાકિસ્તાનનો નવો નકશો જાહેર કર્યો હતો.

નવા નકશામાં પાકિસ્તાને સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પોતાનું ગણાવ્યું છે. નવા નકશામાં પાકિસ્તાને જૂનાગઢને પણ પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો છે. આ નકશાને પાકિસ્તાને બેકડ્રોપમાં લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મીટિંગ રશિયામાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઝેશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જેમાં આ સંગઠનના બધા સભ્ય દેશોના NSA એક બેઠકનો ભાગ બન્યા હતા. આ બેઠકમાં પાકિસ્તાને જે પાકિસ્તાનનો નકશો જાહેર કર્યો હતો. તેમાં ઓગસ્ટ મહિનામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પોતાનો ભાગ દેખાડવામાં આવ્યો હતો. જોકે તે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોના નેશનલ સિક્યોરિટી એડવાઈઝરોની બેઠક હતી એટલે ચીનનું સંરક્ષણ મેળવી રહેલા પાકિસ્તાન પાસે આવી જ હરકતની આશા હતી.

ભારત વિરોધી એજેન્ડા ચલાવનારા પાકિસ્તાનના રાજકારણની આ ગયા મહિનાની ચાલ છે. ચીનના ઉશ્કેરવા પર પહેલા નેપાળે ભારતની જમીન પર પોતાના દાવો ઠોકીને તેને નેપાળ સાથે જોડીને પોતાનો નવો નકશો સંસદમાં પાસ કરાવ્યો હતો અને તેને કાયદાકીય મ્હોર લગાવી હતી. ચીનના ઈશારે આ જ હરકત ઓગસ્ટમાં પાકિસ્તાને કરી. પાકિસ્તાને આ નકશો સંસદમાં પાસ કરાવ્યો હતો અને આ નકશો તેણે રશિયામાં મીટિંગ દરમિયાન દેખાડ્યો હતો. પાકિસ્તાનની આ નાપાક હરકતનો વિરોધ કરતાં ભારતના NSA અજીત ડોભાલે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને ભારતીય વિરોધને અવાજ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, મોસ્કોમાં રશિયાની આગેવાનીમાં થઈ રહેલી આ બેઠકમાં પાકિસ્તાન દ્વારા જે કરવામાં આવ્યું, તેનાથી બેઠકના નિયમોનો સીધો વિરોધ થયો છે. ભારતે રશિયા સાથે આ વિષય પર વિચાર-વિમર્શ બાદ બેઠકમાં આગળ ભાગ લીધો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp